National

બસ હવે માત્ર બે વર્ષ...લખનઉમાં બનશે દુનિયાની સૌથી સ્પિડી ક્રૂઝ મિસાઈલ, દુનિયા જોશે ભારતની તાકાત 

બસ હવે માત્ર બે વર્ષ...લખનઉમાં બનશે દુનિયાની સૌથી સ્પિડી ક્રૂઝ મિસાઈલ, દુનિયા જોશે ભારતની તાકાત 

- વિશ્વની સૌથી સ્પિડી ક્રૂઝ મિસાઈલ BrahMos-NGનું ઉત્પાદન 2026થી લખનઉમાં શરૂ થશે
- આ સાથે ભારતની મિસાઈલ ઉત્પાદન કેપેસિટી બમણી થઈ જશે
- આ નેક્સ્ટ જનરેશન બ્રહ્મોસ મિસાઈલ છે જે લાઇટ, સ્પિડી અને વધુ ઘાતક હશે 
- આ મિસાઈલનું પ્રથમવાર લખનઉમાં નિર્માણ કરવામાં આવશે

લખનઉ, બુધવાર

  ભારત સરકારે તાજેતરમાં જાહેરાત કરી છે કે બ્રહ્મોસ મિસાઈલનું ઉત્પાદન ઝડપથી વધશે. આ માટે લખનઉમાં એક ફેક્ટરી બનાવવામાં આવી રહી છે. બ્રહ્મોસ મિસાઇલ તેની સચોટ ફાયરપાવર અને સુપરસોનિક સ્પીડ માટે જાણીતી છે. આ વિશ્વની સૌથી સ્પિડી ફ્લાય કરતી સુપરસોનિક ક્રુઝ મિસાઈલ છે.લખનઉમાં બ્રહ્મોસ મિસાઈલના પ્રોડક્શન પ્લાન્ટ પર કામ ઝડપથી શરૂ થઈ ગયું છે. તે પૂર્ણ થવામાં બે વર્ષ લાગશે તેવી ધારણા છે. આ પછી, BrahMos-NG મિસાઇલનું ઉત્પાદન 2026થી 2027 વચ્ચે શરૂ થશે. તે લાઇટ, સ્પિડી અને વધુ ઘાતક મિસાઈલ છે. BrahMos-NG મિસાઇલ હજુ વિકાસ હેઠળ છે.

આ મિસાઈલ તેના જૂના વર્ઝન કરતાં સ્પિડી, લાઇટ અને વધુ ઘાતક છે. લખનઉથી મિસાઈલ ઉત્પાદનથી દેશના સંરક્ષણ ઉદ્યોગને ફાયદો થશે. તેમજ વિશ્વભરના દેશો આ મિસાઈલ ખરીદવાની માંગ કરશે. આવી સ્થિતિમાં, લખનઉનો બ્રહ્મોસ પ્રોડક્શન પ્લાન્ટ આપણી પોતાની અને વિશ્વની જરૂરિયાતો પૂરી કરવામાં ખૂબ અસરકારક સાબિત થશે.

BrahMos-NG મિસાઇલ: 4 મિનિટમાં દુશ્મનનો નાશ  
  BrahMos-NG એટલે કે બ્રહ્મોસ મિસાઈલનું નેક્સ્ટ જનરેશન વર્ઝન. તેની પ્રથમ ઉડાન 2024ના અંતમાં શક્ય છે. DRDO પાસે બ્રહ્મોસ મિસાઈલનું નવું મિની વર્ઝન છે. આ મિસાઈલની રેન્જ 290 KM હશે. પરંતુ તે 4321 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ અંતર કાપશે. ચાર મિનિટમાં દુશ્મનનો નાશ થશે.

મૂળ બ્રહ્મોસ કરતાં લાઇટ અને વધુ ઘાતક
  તેનું વજન 1.5 ટન અને લંબાઈ 6 મીટર હશે. તે પહેલાની બ્રહ્મોસ મિસાઈલ કરતા 50 ટકા લાઇટ અને ત્રણ મીટર નાની હશે. જેથી તે સચોટ પ્રહાર કરી શકે. તેને એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે તે કોઈ પણ રડારની પકડમાં નહીં આવે. શરૂઆતમાં તેનું નામ BrahMos-M હતું.

કોઈપણ પ્રકારના ફાઈટર જેટમાં ઈન્સ્ટોલ કરી શકાય 
  આ મિસાઈલને સુખોઈ-એસયુ-30એમકેઆઈ, મિકોયાન મિગ-29કે, તેજસ, તેજસ-2 અને રાફેલ ફાઈટર જેટ્સમાં ઈન્સ્ટોલ કરી શકાય છે. આને અત્યાધુનિક P75I સબમરીનમાં સ્થાપિત કરવામાં આવશે. વાયુસેનાએ કહ્યું છે કે તેમને 400 BrahMos-NG મિસાઈલની જરૂર છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો

બસ હવે માત્ર બે વર્ષ...લખનઉમાં બનશે દુનિયાની સૌથી સ્પિડી ક્રૂઝ મિસાઈલ, દુનિયા જોશે ભારતની તાકાત