District

ઇસંડ ગામની સીમમાંથી 19 લાખથી વધુની રકમ ચૂકતે કરેલ હોવા છતા આરોપીઓએ છેતરપિંડી આચરી જેસીબી મશીન જપ્ત કરી દીધું

ઇસંડ ગામની સીમમાંથી 19 લાખથી વધુની રકમ ચૂકતે કરેલ હોવા છતા આરોપીઓએ છેતરપિંડી આચરી જેસીબી મશીન જપ્ત કરી દીધું

- આરોપીઓએ ભેગા મળી છેતરપિંડી આચરી જેસીબી મશીન જપ્ત કરી લીધું 
- આરોપીઓ તેમના કબ્જા ભોગવટા વાળુ જે.સી.બી મશીન લઇ ગયેલ હોય તેઓ વિરૂધ્ધ કલોલ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ 

કલોલ, સોમવાર 

  કલોલના ઇસંડ ગામની સીમમાં છેતરપિંડી આચરી જેસીબી મશીન જપ્ત કર્યું હોવાની ઘટના સામે આવી છે. 19 લાખથી વધુની રકમ ચૂકતે કરેલ હોવા છતા આરોપીઓએ ભેગા મળી છેતરપિંડી આચરી જેસીબી મશીન જપ્ત કરતા કલોલ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે., અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  42 વર્ષીય સુજીત સુધાકરણે નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ કોન્ટ્રાકટરનો ધંધો કરે છે. અને નાના ચીલોડા ખાતે રહે છે. અને તેઓ રેલ્વે બ્રીજના કોન્ટ્રાકટનુ કામકાજ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. અને તેના ભાઇ  સુદીશના નામે જે.સી.બીના માલીક કચ્છના મોડા ગામના રબારી પાંચાભાઇ પાલાભાઇ પાસેથી તા-10/11/2022 ના રોજ વેચાણ અર્થે રૂ. 22,55,000/- માં લીધેલ હતુ. જે વેચાણ અંગે જે.સી.બી. ઇન્ડીયા લી.કંપનીનુ જે.સી.બી. મશીનનો વેચાણ કરાર રૂ. 300/- ઉપર સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાર કરેલ છે. અને જે.સી.બી મશીન તેમના કબ્જા ભોગવટામાં હતુ. અને બાનામાં રૂ. 10,000/- તથા રૂ. 11,20,000/- બેન્ક મારફતે આપેલા હતા. અને રૂ. 11,35,000/- આઇ.સી.આઇ.સી બેન્કની લોન હતી. જેથી આ પાંચાભાઇએ તેઓને જે તે સમયે કહેલ કે આ લોનનો માસીક રૂ. 50,200/- નો હપ્તો દર માસની 22 તારીખ પહેલા ભરવાનો અને લોન પુરી થઇ જાય પછી મશીન નામે કરી આપવાનો વિશ્વાસ આપેલ અને તે પ્રમાણેનુ તેના ભાઇ સુદીશના નામે નોટરી કરાર કરાવી હતી. તેમનું ઇસંડ ગામ ખાતે રેલ્વે બ્રીજના કોન્ટ્રાકટનુ કામ છેલ્લા ત્રણેક વર્ષથી ચાલતુ હોય જે રેલ્વે બ્રીજનુ કામ કરવા આ જે.સી.બી રાખેલ હતું.

  અને ગઇ તા. 27/12/2023 ના રોજ આર.એમ.સી. પ્લાન્ટ ઇસંડ ખાતે બેન્કના કેટલાક માણસો આવી જે.સી.બી સીજ કરી લઇ ગયા હતા. અને કહ્યું હતું કે, મશીન સાણંદ ખાતે ગોડાઉન ઉપર લઇ જઇએ છીએ તમે બેન્કમાંથી તમારી લોનની રકમ ભરી સાણંદ ખાતેથી મશીન લઇ લેજો. તેવી વાત કરેલ અને બીજા દિવસે સવારે તેઓ આર.એમ.સી. પ્લાન્ટ ઇસંડ ખાતે આવેલ તે સમયે તેમના પ્લાન્ટ ઉપરના બંન્ને કર્મચારીઓ મારફતે જાણવા મળેલ કે પાંચાભાઇ રબારી તથા લાખાભાઇ રબારી તથા અન્ય માણસો એક સફેદ કલરની અર્ટીકા ગાડી લઇ આવેલ હતા. અને જેઓ જે.સી.બી મશીન લઇ ગયેલ છે. તે પછી તેઓએ  તપાસ કરાવતા બેન્કે સીજ કરી સાણંદ ખાતે લઇ ગયેલાની ખોટી હકીકત જણાવેલ હતી. જેથી આ જે.સી.બી મશીન તેઓએ પાચાભાઇ પાલાભાઇ રબારી પાસેથી વેચાણ કી. રૂ.22,55,000 માં નકકી કરી વેચાણ રાખેલ અને આ જે.સી.બી મશીન ની આઇ.સી.આઇ.સી બેન્કમાં બાકી રહેતી લોન કુલ રૂ. 11,35,000/- ના તેમણે ભરવાની શરતે રાખેલ અને આ મશીન પેટે તેઓએ આજદીન સુધીમાં રોકડા તથા બેન્ક મારફતે પાચાભાઇ રબારી ના એચ.ડી.એફ.સી બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ. 19,89,958/- ભરેલ છે. જેમાં જે.સી.બીના લોનના હપ્તા ભરી દીધા હોવા છતાં પાચાભાઇએ જે.સી.બી.ના લોનના હપ્તા નહી ભરી તે અંગે તેઓને કોઇપણ પ્રકારની જાણ કરેલ નહી અને જે.સી.બી જપ્ત કરી લઇ ગયા છે. આમ પાંચાભાઇ પાલાભાઇ રબારી તેમજ લાખાભાઇ રબારીએ સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ રચી તેમની સાથે છેતરપીંડી વિશ્વાસધાત કરી તેમના કબ્જા ભોગવટા વાળુ જે.સી.બી મશીન લઇ ગયેલ હોય તેઓ વિરૂધ્ધ કલોલ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અમે અમારા ગ્રુપના સભ્ય બનો

ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ઇસંડ ગામની સીમમાંથી 19 લાખથી વધુની રકમ ચૂકતે કરેલ હોવા છતા આરોપીઓએ છેતરપિંડી આચરી જેસીબી મશીન જપ્ત કરી દીધું