District

રોજના હજાર રૂપિયા કમાવી આપવાની લાલચ આપતા હતા આરોપીઓ 

રોજના હજાર રૂપિયા કમાવી આપવાની લાલચ આપતા હતા આરોપીઓ 

- પ્રોડ્કટને રેટિંગ આપવાના બહાને છેતરપિંડી કરતાં ત્રણને સાયબર ક્રાઇમે ઝડપી પાડયા

- આરોપીઓ પાસેથઈ મળેલા બેંક એકાઉન્ટની તપાસ કરતાં ઘણા ખુલાસા સામે આવી શકે છે 

અમદાવાદ, બુધવાર 

  સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રોડ્કટને રેટિંગ આપવાના બહાને છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઇ છે. રોજના હજાર રૂપિયા કમાવવાની લાલચ આપી ઠગાઇ કરતી ગેંગના 3 આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. જો કે આ ગેંગ ચાઈનાથી ઓપરેટ થતી હોવાનું સામે આવ્યું છે. જે છેતરપીંડીના રૂપિયા ક્રિપ્ટો કારન્સીમાં રોકાણ કરે છે. જો કે આરોપી પાસેથઈ મળેલા બેંક એકાઉન્ટમાં સેંકડો ફરિયાદ નોંધાયેલી છે. જે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. 

  શહેર સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપીના નામ વિકાસ પટેલ,મિતિનસિંહ ઉર્ફે રેમો રાઠોડ અને ડિકેશ પટેલ છે. ઝડપાયેલા આરોપી ઓર્ગેનાઇઝ સાયબર ક્રાઇમના સાગરીતો છે. જે સોશિયલ મીડિયા પર લોકોને અલગ અલગ હાઇપ્રોફાઇલ પ્રોડ્કટને ઊંચા  રેટિંગ આપવાના બહાને ઠગાઇ કરતાં હતા. અમદાવાદના ફરિયાદીને રેટનગ આપવા બદલ 50 હજાર રૂપિયા મળ્યા પણ હતા. ત્યાર બાદ આરોપીએ પ્રિપેઇડ કામ કરવાથી રોજના 1 હજાર કમાવવાની લાલચ આપી હતી. જે બદલ અલગ અલગ સમયે 5.92 લાખ રૂપિયા ભરાવી વળતર ન આપી છેતરપિંડી આચરી હતી. જેથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતાં હકીકત સામે આવી છે કે વિકાસ પટેલે આઇટીનો અભ્યાસ કર્યો છે. અને તે આ ગુનામાં જે કંપનીના નામનો ઉપયોગ થયો તે આરકટેક ઈન્ડિયા કંપનીનો પ્રોપરાઇટર તરીકે એકાઉન્ટ ખોલાવ્યું હતું. જેમાં ભોગ બનનારના રૂપિયા જમા થયા હતા. અન્ય આરોપી મિતિને અલગ અલગ 9 એકાઉન્ટ ખોલ્યા હતા. જેમાં કુલ 116 છેતરપીંડીના રૂપિયા જમા થયા છે. જેથી તમામ ગુનામાં તેની સંડોવણી હોવાની શક્યતા છે. અન્ય આરોપી ડિકેશ છેતરપીંડીના રૂપિયા દેશ બહાર પહોંચી જતાં હતા. સાયબર ક્રાઇમે છેતરપીંડીના ગુનામાં 3 આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. જો કે ઝડપાયેલા 3 આરોપી સંખ્યાબંધ ગુનામાં સંડોવણી નીકળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે જે આરકટેક કંપનીના નામે છેતરપિંડી થઈ હતી. તે બેંક એકાઉન્ટમાં 1.59 કરોડ રૂપિયાની હેરાફેરી સામે આવી છે. સાથે જ અન્ય 8 એકાઉન્ટ કે જે આરોપી પાસેથી મળ્યા છે. તેમ પણ 116 ફરિયાદના કરોડો રૂપિયા જમા થયા હતા. જેથી આરોપીના રિમાન્ડમાં મોટા ખુલાસા થઈ શકે છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

રોજના હજાર રૂપિયા કમાવી આપવાની લાલચ આપતા હતા આરોપીઓ