District

રિવરફ્રન્ટ પર સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગનું સપનું રોળાયું !

રિવરફ્રન્ટ પર સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગનું સપનું રોળાયું !

- SRFDCLના 49 પ્લોટમાં કોઈને રસ નહીં

- વિપક્ષનો આક્ષેપ- જમીન વેચાણની અણઘણ પોલિસીથી કોઈ ગગનચુંબી ઇમારતો ન બની

અમદાવાદ, મંગળવાર 

  અમદાવાદની ઓળખ સમા સાબરમતી રિવરફ્રન્ટ પર સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા 49 પ્લોટ વેચાણ માટે મૂક્યા હતા. જોકે, આમાંનો એક પણ પ્લોટ કોઈએ ખરીદયો નથી. અત્યાર સુધી સાબરમતી રિવરફ્રન્ટ પાછળ 2222 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે, તેમ છતાં વેચાણઅર્થે રાખેલા એકેય પ્લોટ વેચાયા નથી. ભાજપના સત્તાધીશોએ 20 વર્ષમાં બતાવેલા સપના, સપના જ રહી ગયા છે અને રિવરફ્રન્ટમાં એકપણ સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગ હાલની સ્થિતિએ સાકાર ન થાય તેવી સ્થિતિ છે. ત્યારે વિપક્ષ આ માટે સત્તાધીશોને જવાબદાર ગણે છે.

  સાબરમતી રિવરફ્રન્ટ બનાવવા પાછળ 2222 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યા છે કે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને અને ભાજપ સત્તાધીશોની રિવરફ્રન્ટની જમીનના વેચાણની અણઘણ નીતિના કારણે હજી સુધી જમીનનું વેચાણ થયું નથી અને દેશ-વિદેશની કોઈ કંપની દ્વારા રસ દાખવવામાં આવતો નથી. સાબરમતી રિવરફ્રન્ટ પર આઇટી કંપનીઓને મોટા બિઝનેસ હબ માટેની ઓફિસોના સપના જોયા હતા. જોકે, આ વાયદા પોકળ થયા છે.વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે 2222 કરોડથી વધુનો ખર્ચ અત્યાર સુધીમાં કરી નાખવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પર મોટી ગગનચૂંબી ઇમારતો બનાવવા માટે જમીનના ડેવલપમેન્ટ રાઈટ્સ 99 વર્ષ માટે આપવા માટે નિર્ણય ભાજપ સત્તાધીશો દ્વારા લેવામાં આવ્યો હતો. જોકે, હજી સુધી કોઈ પણ દેશ-વિદેશની કંપનીએ રસ લીધો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રિવરફ્રન્ટને કરોડો રૂપિયાની લોન આપવામાં આવે છે, જેના થકી વિવિધ પ્રોજેક્ટ જેવા કે ઝીપ લાઈન, બોટિંગ, કાયા કિંગ વગેરે લાવવામાં આવ્યા હતા. જે નિષ્ફળ સાબિત થયા છે અને હાલ પરમિશન કારણે બંધ પણ છે.ભાજપ સત્તાધીશો પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ગણાવતા એવા સાબરમતી રિવરફ્રન્ટના પ્રોજેક્ટ માટે રિવરફ્રન્ટની જમીન વેચાણની પણ અણઘણ પોલિસી બનાવવામાં આવી હોવાથી એક પણ પ્લોટ વેચાયો નથી. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હવે ધોળા હાથી સમાન બની ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે વર્ષમાં 150 કરોડથી વધુની લોન રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને આપી છે. 49 પ્લોટમાં 2 માળથી 30 માળ સુધીનું બાંધકામ થઈ શકે તે માટે વેચાણ માટે મૂક્યા હતા. 30 માળ ઊભા થઈ શકે તેવા પશ્ચિમ રિવરફ્રન્ટ ખાતે 3 અને પૂર્વ રિવરફ્રન્ટ ખાતે 4 પ્લોટ છે. રિવરફ્રન્ટ 500 એકર જમીનમાં બનાવાયો છે. જેમાંથી 85.5 ટકા જમીન પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બગીચા, સ્પોર્ટ્સ ફેસિલિટી માટે તૈયાર કરાયો છે. બાકીની 14.5 ટકા જમીન કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે વેચાણ માટે રાખવામાં આવી છે. 7 વર્ષ અગાઉ પણ 167 કરોડની તળિયાની કિંમતે બે પ્લોટ વેચવા કાઢ્યા હતા પણ કોઈએ રસ દાખવ્યો નહોતો. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

રિવરફ્રન્ટ પર સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગનું સપનું રોળાયું !