District

દહેગામના ઔડા તળાવમાં મોતની છલાંગ લગાવનાર યુવકની ઓળખ છતી થઈ : પરિવારમાં માતમ છવાયો

દહેગામના ઔડા તળાવમાં મોતની છલાંગ લગાવનાર યુવકની ઓળખ છતી થઈ : પરિવારમાં માતમ છવાયો

- બાવીસ દિવસના સમયગાળામાં ચાર વ્યક્તિઓના આપઘાત કરવાથી ચર્ચાનો વિષય
​- નગરજનોએ ઔડા તળાવની ફરતે પ્રોટેક્શન જાળી લગાવવાની માંગ કરી

દહેગામ, મંગળવાર

  દહેગામનું ઔડા તળાવ જાણે ડેથ સ્પોટ બની ગયું હોય તેમ થોડા ટાઈમ પહેલા પણ યુવક અને યુવતીએ ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. ત્યારે વધુ એક યુવકે તળાવમાં કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ઔડા તળાવમાં મંગળવારે બપોરના સમયે એક યુવકનો મૃતદેહ તરી રહ્યો હોવાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરી હતી જેથી પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવી લાશને બહાર કઢાવવા માટે દહેગામ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગના ઓફિસર સૂર્યોદયસિંહ સહિતની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો જે મૃતદેહ ફુલી ગયેલી હાલતમાં જણાયો હતો જેનો પોલીસે કબજો લઈ દહેગામના સરકારી દવાખાને મોકલી આપ્યો હતો બીજી તરફ તળાવમાંથી લાશ મળી હોવાની વાતે પ્રસરતા લોકોના ટોળા સરકારી દવાખાને જમા થયા હતા જ્યાં યુવકની લાશની ઓળખ થવા પામી હતી.

  મૃતક યુવક દહેગામમાં રહેતો અને દોઢેક વર્ષ અગાઉ નગરપાલિકામાં રોજમદાર તરીકે નોકરી કરી રાજીનામું આપનાર રૂપેશ જયંતીભાઈ પટેલની હોવાની ઓળખ થઈ હતી જે ગઈકાલે ઘરેથી નીકળ્યા બાદ ફોન કરી ઘરે પાછો નહીં આવું તેમ કહી ગયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર થોડાક વર્ષો પહેલા યુવકના છૂટાછેડા થયા હતા અને ખૂબ જ ઓછા બોલો હતો જેથી તે વિચારોમાં માનસિક ડિસ્ટર્બ રહેતો હોવાનું પરિવારજનોએ જણાવી લાશનું પોસ્ટમોર્ટમ કરવાની ના કહેતા પોલીસે જરૂરી કાર્યવાહી બાદ તેના પરિવારજનોને સોંપી હતી. બીજી તરફ બાવીસેક દિવસના સમયગાળામાં ચાર વ્યક્તિઓના ઔડા તળાવમાં આપઘાત કરવાથી મોત થયાની વાત વાયુવેગે પ્રસરતા ચર્ચાનો વિષય પણ બનવા પામ્યો છે. તેમજ નગરજનો ઔડા તળાવની ફરતે પ્રોટેક્શન જાળી લગાવવાની માંગ કરી રહ્યા છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

દહેગામના ઔડા તળાવમાં મોતની છલાંગ લગાવનાર યુવકની ઓળખ છતી થઈ : પરિવારમાં માતમ છવાયો