District

દહેગામના સગદલપુર ગામના સરપંચના પુત્ર પરણવાના ઓરતા અધૂરા રહ્યા

દહેગામના સગદલપુર ગામના સરપંચના પુત્ર પરણવાના ઓરતા અધૂરા રહ્યા

- સરપંચ સગીર વયના પુત્રના લગ્ન કરવા જઈ રહ્યા હતા, સમાજ સુરક્ષા વિભાગે અટકાવ્યા

- કલેક્ટર, સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા પોલીસ વડા સુધી પુરાવા સાથે મળી હતી ફરિયાદ 

દહેગામ, બુધવાર

    દહેગામ સદગલપુરનાં સરપંચે પોતાના સગીર વયના પુત્રના લગ્નનું આયોજન કર્યું હતું. લગ્નની કંકોત્રીઓ વહેંચી લગ્નન માટેની તમામ તૈયારીઓ પણ મોટાભાગે પૂર્ણ કરી દેવામાં આવી હતી. રાજ્યમાં બાળ લગ્ન કાયદો અમલમાં હોવા છતાં સરપંચે સગીર વયના પુત્રના લગ્ન ગોઠવ્યા હતા. જોકે, ગાંધીનગર જિલ્લા સમાજ સુરક્ષા વિભાગને મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરીને બાળ લગ્ન અટકાવી દેવામાં આવ્યા છે.

    ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સગદલપુર ગામના મહિલા સરપંચ સમરથબેન ફતેહસિંહ ઠાકોરનાં દીકરાના લગ્ન કરવાના ઓરતા અધૂરા રહ્યા હતા. સરપંચે સગીર વયના પુત્રના લગ્ન ગોઠવ્યા હતા આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા સમાજ સુરક્ષા વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, ગામના સરપંચના દીકરીના લગ્ન દહેગામનાં ધનીયોલ ગામે થવાના છે. સરપંચે વર્ષ 2021ની ચૂંટણી માટે ડિસેમ્બર મહિનામાં સોગંદનામામાં પોતાના પુત્રનું સ્કૂલનું એલસી સર્ટી મૂક્યું હતું. જેમાં તેમના પુત્રના 21 વર્ષ પૂર્ણ થયા નહીં હોવાનું સ્પષ્ટ છે. તેમ છતાં સરપંચ પોતાના પુત્રના બાળ લગ્ન કરી રહ્યા છે. અને કંકોત્રીઓ પણ વહેંચી રહ્યા છે. આ બાબતની ફરિયાદ મળતા જ સમાજ સુરક્ષા અધિકારીએ એસ.આઈ. દેસાઈએ દસ્તાવેજી દ્વારા પુરાવાઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સરપંચનાં પુત્રની ઉમર 19 વર્ષ 9 મહિનાની હોવાનું બહાર આવ્યું હતું. આથી સરપંચને નોટિસ આપીને બાળ લગ્ન પ્રતિબંધિત ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. જેનાં પગલે સગદલપુરનાં સરપંચ સમરથબેન ફતેહસિંહ ઠાકોરને લેખિતમાં બાંહેધરી આપીને લગ્ન મોકૂફ રાખી દેવાની ફરજ પડી છે. (તસ્વીર પ્રતીકાત્મક છે)