District

દહેગામમાં ગુંજ્યો 'જયશ્રી રામ'નો નાદ : ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી, ઠેર ઠેર સ્વાગત કરાયું

 

-હનુમાન મંદિર નહેરુ ચોકડીથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી
-શ્રીરામનાં નાદ સાથે નીકળેલી શોભાયાત્રાનું ઠેર ઠેર ભાવિકો દ્વારા સ્વાગત પણ કરવામાં આવી રહ્યું

દહેગામ, બુધવાર 

  આજે દેશભરમાં રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ પછી આવેલ પ્રથમ રામજન્મોત્સવને લઈને ભાવિકોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે ગાંધીનગરના દહેગામમાં પણ જિલ્લા બજરંગ દળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ યુવા વાહિની દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી રામચંદ્રની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  દહેગામમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આજે રામ નવમીનાં દિને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા હનુમાન મંદિર નહેરુ ચોકડીથી શરૂઆત થઇ છે અને વારાહી માતા મંદિરે પૂર્ણાહુતિ થશે. તેમજ આ યાત્રા હનુમાનજી મંદિરથી નહેરુ ચોકડીથી દિવ્ય શક્તિ સોસાયટી, સૂર્ય કેતુ, સાનિધ્ય રેસીડેન્સી, કલ્પના 1-2 થી તુલસી હોટલ, નહેરુ સોસાયટી, હનુમાનજી મંદિર પરત રેલવે સ્ટેશન રોડ, જોગણી માતાના મંદિરેથી પેટ્રોલ પંપ, સરદાર શોપિંગ સેન્ટર, એસટી પાલૈયા ગળનાળા, પંકજ સોસાયટી, પૂર્ણિમા ઢાળ, બારોટ વાડા, ઘેલશાહનો મહોલ્લો, ગોપાલજી મંદિર દરવાજેથી વારાહી માટીના મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવશે...તેમજ સવારે 10:30 વાગે નીકળેલી યાત્રા સાંજે 7:00 વાગે વારાહી માતા મંદિરે પહોંચશે. જ્યાં ભગવાન શ્રી રામચંદ્રની મહા આરતી પણ કરવામાં આવશે.

  ડી.જે.ના તાલે લોકોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, દુર્ગાવાહિની, માતૃશક્તિના સભ્યો પણ ઉપસ્થિત રહયા હતા. દહેગામના શ્યામ સુંદરભાઈ પટેલ અધ્યક્ષ, બોનીભાઈ બ્રહ્મભટ્ટ મંત્રી, આનંદકુમાર રામટા સહમંત્રી, વિશ્વજીતસિંહ સિસોદિયા બજરંગ દળ સંયોજક, દીપિકાબેન રાઠોડ દુર્ગાવાહિની સંયોજિકા, ભાવેશકુમાર અમીન અધ્યક્ષ, દીપેશભાઈ મહેતા મંત્રી, કાર્તિકભાઇ સંયોજક, ઉષાબેન પટેલ દુર્ગાવાહિની સંયોજિકા, ભૂમિબેન પટેલ માતૃશક્તિ સયોજિકા, દહેગામ નગરપાલિકાના પમુખ વૈશાલીબેન સોલંકી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેશભાઈ શાહ, દહેગામ ભાજપ શહેર પ્રમુખ યોગેન્દ્રભાઈ શર્મા, દહેગામ એપીએમસીના ચેરમેન સુમેરૂભાઇ અમીન પણ આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહયા હતા. અને જય શ્રી રામના જયઘોષ સાથે શોભાયાત્રામાં જોડાયા હતાત્યારે શહેરમાં માર્ગો ઉપર જય શ્રીરામનાં નાદ સાથે નીકળેલી શોભાયાત્રાનું ઠેર ઠેર ભાવિકો દ્વારા સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ શહેરના નિયત રૂટ પરથી પસાર થઇ રહેલી શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. શોભાયાત્રા પરત વારાહી માતા મંદિરે પહોંચે ત્યારે ભગવાન શ્રીરામની  મહાઆરતી યોજાશે ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેગામમાં ગુંજ્યો 'જયશ્રી રામ'નો નાદ : ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી, ઠેર ઠેર સ્વાગત કરાયું