District

ચોરીનો ભેદ ઉકેલાયો : નરોડામાંથી મોટર સાયકલની ચોરી કરનાર આરોપીને દહેગામ પોલીસે ઝડપ્યો

ચોરીનો ભેદ ઉકેલાયો : નરોડામાંથી મોટર સાયકલની ચોરી કરનાર આરોપીને દહેગામ પોલીસે ઝડપ્યો

- દહેગામ પોલીસે મો.સા.ચોરીનો ભેદ ઉકેલ્યો
- આરોપીને મોટર સાયકલ સાથે દહેગામ પોલીસે ઝડપી પાડ્યો

દહેગામ, ગુરુવાર 

  નરોડામાંથી મોટર સાયકલની ચોરી કરનાર આરોપીને દહેગામ પોલીસે ઝડપ્યો છે. નરોડા પોલીસ સ્ટેશનના મોટર સાયકલ ચોરીના ગુનાના આરોપીને મોટર સાયકલ સાથે દહેગામ પોલીસે ઝડપી પાડ્યો છે. દહેગામ પોલીસે મો.સા.ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

  દહેગામ પોલીસ સ્ટેશનના સવેલન્સ સ્ટાફના માણસોની અગલ અલગ ટીમ બનાવી ગુના શોધી કાઢવા પેટ્રોલીંગમાાં હતા. સર્વેલન્સના માણસોને દહેગામ પો.સ્ટે. વિસ્તારમાં મિલકત સબંધી ગુન્હા બનતા અટકાવવા તેમજ અગાઉ નોંધાયેલ ગુન્હા શોધી કાઢવા પો.સબ.ઈન્સ. વી.બી. રહેવર, અ.હેડ.કોન્સ. ભદ્રેશકુમાર જયંતિભાઈ તથા અ.હેડ.કોન્સ. વિજયસિંહ તીતસિંહ  તથા આ.પો.કો. અજયસિંહ પ્રધ્યુમનસિંહ, અ.પો.કો. સચિનકુમાર અશોકભાઈ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. ત્યારે શ્રીરામ વિલેજ હોટલથી મધુવન બંગ્લોઝ તરફ જતા નવા બનેલ સર્વિસ રોડ ઉપર આવી વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન એક પલ્સર મો.સા.નો ચાલક પોતાનુ મો.સા. શ્રીરામવિલેજ હોટલ તરફથી મધુવન બંગ્લોઝ તરફ આવતા તેને હાથનો ઈશારો કરી તેનુ વાહન રોકાવી તેને તેના પલ્સર મો.સા. પરથી નીચે ઉતારી તેની પાસે રહેલ પલ્સર મો.સા.ના આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ. તેમજ તેની પાસેનુ પલ્સર મો.સા.ની માલિકી તેમજ આર.ટી.ઓ. ખાતે કોના નામે રજીસ્ટર છે. તે બાબતે પૂછતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો અને મો.સા. ચાલકનુ નામઠામ પુછતા નામ જીગ્નેશ ઉર્ફે રાહુલજી સ/ઓ અમરાજી જેહાજી પરમાર (ઠાકોર) ઉ.વ.-28 રહે.-જીતપુર ગામ, તા.બાયડ જી.અરવલ્લીનો હોવાનુ જણાવેલ. તેની પાસેનુ મો.સા. જોતા બજાજ કંપનીનુ પલ્સર મો.સા. નંબર GJ-01-MU-6351 નુ મળી આવેલ હોઈ જેથી ઈ-ગુજકોપ મારફતે મો.સા. નં.- GJ-01-MU-6351 ના માલિક બાબતે તપાસ કરતા વાહન માલિક શાકીર માજીદભાઈ શેખ રહે.-મધુભાઈની મીલ કમ્પાઉન્ડ, અંજર સિનેમાની પાછળ, સરસપુર, અમદાવાદનો હોવાનુ જણાઈ આવેલ અને મો.સા. બાબતે સઘન પૂછપરછ કરતા પકડાયેલ ઈસમે મો.સા. ગઈ તા.4 ડિસેમ્બરના રોજ સાંજના સમયે નરોડામાં આવેલ સુતરના કારખાના નજીકથી ચોરી કરેલ હોવાનુ જણાવતા જે બાબતે નરોડા પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતા મો.સા. બાબતે ચોરીનો ગુનો દાખલ થયેલ હતો. જેથી આરોપીને સી.આર.પી.સી. કલમ-41(1)ડી, 102 મુજબ અટકાયત કરી નરોડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

 

ચોરીનો ભેદ ઉકેલાયો : નરોડામાંથી મોટર સાયકલની ચોરી કરનાર આરોપીને દહેગામ પોલીસે ઝડપ્યો