- ખેતી માટે પાણીમાં ટીડીએસનું પ્રમાણ ૭૫૦ હોવું જાેઈએ તેની સામે ૧૫૦૦એ પહોંચ્યું
- ભૂગર્ભ જળ ઊંડાં જતાં ખેડૂતો ખેતી કરવાનું છોડી રહ્યા છે, આવનારો સમય વિકટ બનશે
ગાંધીનગર, બુધવાર
રાજ્યના એક જિલ્લામાં ભૂગર્ભ જળ એટલા ઊંડા ગયાં છે કે એક હજાર કે અગિયારસો ફૂટે પણ પાણી મળી આવે તો તમારું નસીબ. ધરતીના પેટાળમાંથી બોરવેલ મારફતે પાણી ખેંચી લેવામાં આવતાં હવે પેટાળમાંથી પાણી મળવું મુશ્કેલ બની ગયું છે. કમનસીબી તો એ છે કે, એક હજાર ફૂટે પણ પાણી મળી જાય તો તે પાણી ખેતી કરવા લાયક રહેતું નથી અને જેના કારણે ખેડૂતોને ખેતી છોડવાની નોબત આવી રહી છે. આ જિલ્લો ડાર્કઝોન તરફ આગળ વધી રહ્યો છે અને ૩૦ જેટલા ગામોમાં આજે પણ સ્થિતિ વિકટ બની છે અને ખેતી આવનારા સમયમાં ભૂતકાળ બની જાય તો નવાઈ જેવું લાગશે નહી.
બોરવેલ દ્વારા પેટાળમાંથી પાણી ખેંચવામાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે અને જેના કારણે સ્થિતિ એ થઈ છે કે, આજે એક હજાર કે અગિયારસો ફૂટે પણ પાણી મળતુ નથી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરી ગામમાં રહેતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને તેઓ કહે છે કે, ૨૦ વર્ષથી બોર કરતા આવ્યા છીએ પણ હજુ પાણી મળ્યું નથી. ક્યાંક પાણી મળે છે તો તેમાં ટીડીએસનું પ્રમાણ ઊંચું આવે છે. ખેતી માટે પાણીમાં ૭૫૦ ટીડીએસનું પ્રમાણ હોવું જાેઈએ તેની સામે ટીડીએસનું પ્રમાણ ૧૫૦૦ આવે છે જેના કારણે ખેતીને લાયક પણ રહેતું નથી. ડીસા અને લાખણી તાલુકાના ૩૦થી વધારે ગામોમાં ભૂગર્ભ જળ ઊંડા ગયા છે અને જેના કારણે ખેતી સાથે સંકળાયેલા પરિવારોને ગુજરાન માટે અન્ય ધંધા કે રોજગાર કરવાની ફરજ પડી છે. જ્યાં ખેતી થાય છે ત્યાં પાણીમાં ટીડીએસનું પ્રમાણ ઊંચું હોવાથી ખેતી પણ સરખી થતી નથી અને ખેતરો ઉજ્જડ બની રહ્યા છે. આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળની સ્થિતિ ચિંતાજનક બનશે તેમાં બેમત નથી અને હાલ ખતરાની ઘંટડી વાગી રહી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો