Gujarat

કાળઝાળ ગરમીમાં બરફ જેવી ઠંડક આપશે આ ફળ

કાળઝાળ ગરમીમાં બરફ જેવી ઠંડક આપશે આ ફળ

- ડિહાઈડ્રેશન અને હીટસ્ટ્રોકથી બચવાનો રામબાણ ઈલાજ
- બરફ જેવી દેખાતી તાડફળી એટલે કે ગલેલીમાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામિન એ, વિટામિન કે જેવા પોષક તત્વો હોય છે 

અમદાવાદ, રવિવાર 

  ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે રસ્તાઓ પર બરફના ગોળા જેવું દેખાતું એક ફળ વેચાતું જોવા મળે છે. તેને ગલેલી તથા તાડફડી તરીકે ઓળખવામાં આવે છે. આ ફળને અંગ્રેજીમાં ‘આઈસ એપલ’ કહેવામાં આવે છે. તે બહારથી નાળિયેર અને અંદરથી લીચી જેવું લાગે છે. આ ફળનું ઝાડ નારિયેળના ઝાડ જેટલું ઊંચું છે અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ નારિયેળ સમાન છે. ઉનાળાની ઋતુમાં લોકોનું શરીર ખૂબ જ ઝડપથી ડિહાઈડ્રેટ થઈ જાય છે. આવી સ્થિતિમાં, લોકો માટે આ સિઝનમાં તેમના શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જેથી ડિહાઇડ્રેશન અને હીટસ્ટ્રોકથી બચવા માટે ગલેલીનું સેવન કરતા હોય છે. આ ખાવાથી શરીરને ઠંડક મળે છે. જો તમે ઘણી વાર મોસમી રોગોનો શિકાર બનો છો, તો તેનો અર્થ એ છે કે, તમારી રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી છે. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, તમારે ઉનાળાની ઋતુમાં આ ફળનું સેવન કરવું જોઈએ. આયુર્વેદમાં પણ ગલેલીનું ખૂબ જ મહત્વ છે. શરીરને ગરમી સામે રક્ષણ આપનાર આ ફળ મૂત્રદોષમાં ખૂબ જ ઉપયોગી છે. તાડફળી કીડનીને સાફ રાખે છે અને ગરમીને બહાર કાઢે છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

 કુદરતના અખૂટ ભંડાર એવા તાડના વૃક્ષનો ઉછેર ધીમો થાય છે. લગભગ 10 વર્ષ બાદ આ ઝાડમાં વૃદ્ધિ થાય છે. ત્યારબાદ તે ફળ આપે છે. આ વૃક્ષ ભલે છાયડો ન આપે પરંતુ શીતળતા તો બક્ષે જ છે. સ્થૂળતાથી પીડિત લોકોએ આ ફળનું સેવન કરવું જોઈએ. વાસ્તવમાં આ ફળમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. ઉપરાંત, તેને ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી કારણ કે, તેમાં પાણીની માત્રા વધુ હોય છે. ગલેલીમાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામિન એ, વિટામિન કે જેવા પોષક તત્વો હોય છે. તે તમને પાચન ઉત્સેચકોને વધારીને એસિડિટીથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. આ સિવાય આ ફળનું સેવન ઉબકા અને ઉલ્ટીમાં પણ ફાયદાકારક છે. આ ફળ ઉનાળાની ઋતુમાં એટલે કે એપ્રિલ, મે-જૂન મહિનામાં બજારમાં દેખાવા લાગે છે. ગલેલીના ભાવ વિશે વાત કરીએ તો,નવસારીના બજારોમાં ગલેલી(તાડફડી)નું વેચાણ શરૂ થઈ ગયું છે. જેના 10 નંગ 100 રૂપિયાના ભાવે વહેંચવામાં આવી રહી છે. જ્યારે  આખા ફળની કિંમત પણ 100 રૂપિયા છે. જો કે, તેમાં માત્ર ચાર જ નંગ આવે છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

કાળઝાળ ગરમીમાં બરફ જેવી ઠંડક આપશે આ ફળ