District

સ્કૂલ વાહનચાલકોની હડતાલના કારણે શહેરમાં સ્કૂલો બહાર ટ્રાફિકજામ

સ્કૂલ વાહનચાલકોની હડતાલના કારણે શહેરમાં સ્કૂલો બહાર ટ્રાફિકજામ

- ટ્રાફિક પોલીસ તથા આરટીઓ વિભાગ દ્વારા પાસિંગની કાર્યવાહી કરતાં સ્કૂલ વાહન એસોસિયેશને હડતાલ પર ઊતરવાનો નિર્ણય લીધો

- નોકરિયાત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો,વાલીઓનાં વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી

અમદાવાદ, મગળવાર 

  સ્કૂલોમાં વેકેશન ખૂલતાની સાથે જ વાલીઓ માટે મુશ્કેલી જોવા મળી રહી છે. કારણ કે ગુજરાતભરમાં સ્કૂલ વાહનના એસોસિયેશન દ્વારા હડતાલનો નિર્ણય લેવાયો છે. ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા પાસિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જેના કારણે સ્કૂલ વાહન એસોસિયેશને આજે હડતાલ પર ઊતરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે નોકરિયાત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. એક વાલીએ જણાવ્યું હતું કે, ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. 

  શહેરમાં પણ મંગળવારથી સ્કૂલ વરધી એસોસિયેશન હડતાલ પર ઊતર્યું છે. જેના કારણે વાલીઓએ પોતાનાં બાળકોને જાતે સ્કૂલે મૂકવા આવવું પડ્યું હતું. જેના કારણે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સ્કૂલની બહાર ટ્રાફિકજામનાં દૃશ્યો અને વાલીઓનાં વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. જ્યારે વરધી એસોસિયેશનનું કહેવું છે કે, અમે દિલગીર છીએ પરંતુ સરકારે અમને મુદત આપવી જોઈએ. એક વાલીએ જણાવ્યું હતું કે, સ્કૂલવાનમાં 7ને બદલે 14 બાળકો બેસાડાય છે. સ્કૂલ વાન અને રિક્ષામાં ફિટનેસ સર્ટિફિકેટ, પાસિંગ, બેસવાની ક્ષમતા અંગે RTO અને ટ્રાફિક દ્વારા સંયુક્ત ડ્રાઈવ યોજવાની હતી, જેને લઈને સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા મંગળવારથી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. હડતાળના પગલે વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા આવવું પડ્યું હતું. નોકરી-ધંધે જતા વાલીઓએ પોતાનો સમય બગાડીને બાળકોને સ્કૂલે મૂકવા આવવું પડ્યું હતું. જેના કારણે વાલીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. બીજીબાજુ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, વાહનના ભાડામાં રૂપિયા 200નો વધારો પણ કરવામાં આવ્યો છે. ભાડામાં વધારો કરી વાલીઓ પર મોંઘવારીનો બોજ નાખ્યો છે. પોતાના બાળકોને સ્કૂલ મૂકવા-લેવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

સ્કૂલ વાહનચાલકોની હડતાલના કારણે શહેરમાં સ્કૂલો બહાર ટ્રાફિકજામ