- કાર માલિકે સાઇલેન્સર ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી
- ચોરીના બનાવો વધતાં સ્થાનિક લોકોમાં ફફડાટ
ગાંધીનગર, બુધવાર
ઠંડી વધતા તસ્કરોએ સાઇલેન્સર ચોરીમાં સ્પીડ વધારી હોય તેવુ લાગી રહ્યુ છે. ઇકો કારના સાઇલેન્સર ચોરીના બનાવો વધવા લાગ્યા છે. પહેલા ગ્રામ્ય વિસ્તારમાંથી કારના સાઇલેન્સર ચોરી થતા હતા. હવે શહેરમાંથી થવા લાગ્યા છે.ચો રીના બનાવોથી સ્થાનિક લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે કાર માલિકે 50 હજારની કિંમતના સાઇલેન્સર ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.