District

ભરૂચની નર્મદા ચોકડી પાસેથી પિસ્ટોલ સહીત કાર્ટિઝ સાથે બે શખ્સો ઝડપાયા

ભરૂચની નર્મદા ચોકડી પાસેથી પિસ્ટોલ સહીત કાર્ટિઝ સાથે બે શખ્સો ઝડપાયા

- દહેજ ખાતે મર્ડર કરવાના ઇરાદે યુપીથી હથિયાર લાવ્યા હોવાનું સામે આવ્યું

- એક પાર્ટીએ ગુસ્સામાં આવી સામે વાળી પાર્ટીને ધમકી આપી 

ભરૂચ,સોમવાર

    ભરૂચ એલસીબી પોલીસે નર્મદા ચોકડી પાસે પિસ્ટોલ, તમંચો અને જીવતા કારતુસ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. દહેજ ખાતે મર્ડર કરવાના ઇરાદે યુપીથી હથિયાર લાવ્યા હોવાનું સામે આવ્યું હતું.

    પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચની નર્મદા ચોકડી પાસેથી પિસ્ટોલ સહીત કાર્ટિઝ સાથે બે શખ્સો ઝડપાયા હતા. આ અંગે ભરૂચના દહેજ ખાતે ત્રણ દિવસ પહેલા બે પાર્ટીઓ વચ્ચે અંગત અદાવતે તકરાર થઇ હતી. જેમાં એક પાર્ટીએ ગુસ્સામાં આવી સામે વાળી પાર્ટીને ધમકી આપી હતી. જે બાબતે સામાવાળા દહેજ પોલીસ મથકે અરજી કરી હતી. જે ઝઘડાને ધ્યાનમાં રાખી ધમકી આપનાર પાર્ટી પંજાબ તરફ હથિયાર લેવા માટે ગઈ છે જેવી બાતમીના આધારે એલસીબી પોલીસે તપાસ કરતા બે ઈસમો પંજાબથી ભરૂચની નર્મદા ચોકડી પાસે હથિયાર સાથે આવ્યા હતા. જેથી પોલીસે વોચ ગોઠવી બંને ઈસમોની અટકાયત કરી તેઓ પાસે રહેલી ટ્રાવેલ્સ બેગમાં જોતા તેમાંથી પિસ્ટોલ, તમંચો, ખાલી મેગઝીન અને જીવતા 9 કારતુસ મળી આવ્યા હતા. પોલીસે 66 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી મૂળ દમોદરના અને હાલ દહેજના માખણિયા ફળિયામાં રહેતો દિલપ્રીતસિંઘ ઉર્ફે મહોબતપ્રીત દીવાનસિંઘ અને અજયપાલ નરેન્દ્રસિંઘને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

 

ભરૂચની નર્મદા ચોકડી પાસેથી પિસ્ટોલ સહીત કાર્ટિઝ સાથે બે શખ્સો ઝડપાયા