National

જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું નિધન, દિલ્હી એઈમ્સમાં હતા સારવાર હેઠળ 

જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું નિધન, દિલ્હી એઈમ્સમાં હતા સારવાર હેઠળ 

- માધવી રાજેના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે મધ્યપ્રદેશના ગ્વાલિયર લવાયો

- છેલ્લા કેટલાય સમયથી તબિયતમાં ઉતાર-ચઢાવના અહેવાલો આવ્યા

નવી દિલ્હી, બુધવાર

  કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું બુધવારે દિલ્હી AIIMSમાં નિધન થયું હતું. તેમણે સવારે 9.28 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. સિંધિયા પરિવારની રાણી માતા છેલ્લા કેટલાક દિવસોથી એઈમ્સમાં વેન્ટિલેટર પર હતા.માધવી રાજે છેલ્લા ત્રણ મહિનાથી દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ન્યુમોનિયા તેમજ સેપ્સિસથી પીડિત હતા. તાજેતરમાં, ત્રીજા તબક્કાના મતદાન ગુના લોકસભા પહેલા સિંધિયા પરિવારની રાણી માતાને તેમની બગડતી તબિયતને કારણે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  જણાવી દઈએ કે, છેલ્લા મહિનાઓથી દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા માધવી રાજે સિંધિયાની તબિયત નાજુક તબક્કામાં પહોંચી ગઈ હતી. ગુના સંસદીય ક્ષેત્રના ભાજપના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે તેમની પત્ની પ્રિયદર્શિની રાજે અને પુત્ર મહાઆર્યમન સિંધિયાએ ચૂંટણી પ્રચાર અધવચ્ચે છોડીને દિલ્હી જવું પડ્યું હતું. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની પત્ની અને પુત્ર ચૂંટણી પ્રચાર દરમિયાન છેલ્લા એક મહિનાથી ગુના-અશોકનગર અને શિવપુરીમાં હતા. દરમિયાન, કેન્દ્રીય પ્રધાનની માતા માધવી રાજે સિંધિયાની તબિયતમાં સતત ઉતાર-ચઢાવના અહેવાલો આવ્યા હતા.

  તમને જણાવી દઈએ કે માધવી સિંધિયા પણ રાજવી પરિવારમાંથી આવે છે. તેમના માતૃગૃહનો પણ ભવ્ય ઈતિહાસ છે. માધવી રાજે સિંધિયાના દાદા જુડ શમશેર જંગ બહાદુર નેપાળના વડાપ્રધાન હતા. એક સમયે તેઓ રાણા વંશના વડા પણ હતા. માધવી રાજે સિંધિયા રાજકુમારી કિરણ રાજ્ય લક્ષ્મી દેવી તરીકે પણ ઓળખાય છે. વર્ષ 1966માં નેપાળના રાજવી પરિવારની રાજકુમારી માધવીના લગ્ન ગ્વાલિયરના મહારાજા જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાવ સિંધિયા સાથે થયા હતા. નોંધનીય છે કે 30 સપ્ટેમ્બર, 2001ના રોજ કોંગ્રેસના તત્કાલિન નેતા માધવરાવ સિંધિયાનું મૈનપુરી (યુપી) પાસે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો

જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું નિધન, દિલ્હી એઈમ્સમાં હતા સારવાર હેઠળ