- એક નહી બે નહી પણ ૧૨૦ લોકોને કેમ ઈન્જેક્શન લેવાની ફરજ પડી : લોકોમાં ફફડાટ કેમ
- આરોગ્ય અધિકારી ભેંસનું દૂધ પીનારા લોકોને કેમ શોધી શોધીને ઈન્જેક્શન આપવા લાગ્યા
ગાંધીનગર, બુધવાર
એક ભેંસના કારણે આખું ગામ દોડતું થયું હોય અને લોકોમાં ભારે હલચલ મચી હોય તેવો કિસ્સો કદાચ અગાઉ ક્યારેય સામે આવ્યો નહી હોય. ભેંસનું દૂધ પીનારા પણ દોડતા થયા હતા અને એક બે નહી પણ ૧૨૦ લોકોને આરોગ્ય અધિકારી શોધવા લાગ્યા હતા અને એ તમામને હડકવા વિરોધી ઈન્જ્કેશન આપવાની નોબત આવી હતી. આ મામલાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી અને ભેંસનું દૂધ પીનારા ૧૨૦ લોકોને જ્યારે ઈન્જ્કેશન આપવામાં આવ્યું ત્યારે તેમણે રાહતનો દમ લીધો હતો. હાલ આ મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
વાત જાણે એમ છે કે, તાજેતરમાં કચ્છના પાવપટ્ટી પંથકમાં આવેલા સુમરાસર ગામમાં એક ભેંસે ગામને દોડતું કરી દીધું હતું. તાજેતરમાં આ દૂધ આપતી ભેંસને હડકાયું કૂતરું કરડ્યું હતું અને બે ત્રણ દિવસ બાદ તેની જાણ માલધારીને થઈ હતી અને જાેતજાેતામાં આ વાત ગામમાં ફેલાઈ ગઈ હતી. હડકાયું કૂતરું ભેંસની પાડીને કરડ્યું હતું અને પાડીએ ભેંસનું ધાવણ પીધું હતું અને એ દૂધ માલધારીએ ૧૨૦ લોકોને આપ્યું હતું. હવે એ તમામ ૧૨૦ લોકોને આની જાણ થતાં તેમના હૃદયના ધબકારા વધી ગયા હતા અને હવે શું થશે તેની ચિંતા કોરી ખાવા લાગી હતી. મામલો છેક આરોગ્ય અધિકારી સુધી પહોંચ્યો હતો અને તેમણે એ તમામ ૧૨૦ લોકોને શોધવાની કામગીરી હાથ ધરી હતી અને એ તમામે હડકવા વિરોધી ઈન્જ્કેશન આપવામાં આવ્યાં હતાં અને એ તમામ લોકોએ રાહતનો દમ લીધો હતો. જે ફળિયામાં ૧૨૦ લોકોએ દૂધ લીધું હતું અને તેનો ઉપયોગ કર્યો હતો એ તમામ લોકોને હડકવા વિરોધી ઈન્જ્કેશન આપવામા આવ્યાં હતા અને એક રીતે લોકોએ રાહત અનુભવી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો