- વલ્લભીપુર રોડ પરના 4 ઓવરબ્રિજનું કામ ફરી બંધ પડ્યુ
- 5 વર્ષ જેવો સમય વિતી જવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી
ગુજરાત સરકાર રોડ રસ્તા માટે કરોડો રૂપિયા ખર્ચે છે, પણ લાગે છે જાણે આ રૂપિયાના કામ થવાને બદલે મળતિયાઓના ખિસ્સામાં જઈ રહ્યાં છે, આ અમે એટલા માટે કહી રહ્યાં છીએ કારણ કે અમે એક એવા બ્રિજ વિશેની વાત કરી રહ્યાં છે જે છેલ્લા 5 વર્ષથી બની રહ્યો છે. ભાવનગર વલભીપુર વચ્ચે આવતી ત્રણેક નદીઓના પાંચ જેટલા કુદરતી વહેણના પાણી ચોમાસા દરમ્યાન રોડ ઉપર ફરી વળતા હોય તેમજ જેના કારણે રસ્તો બંધ થઈ જતાં રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડતી હતી.રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો
આ રોડ ઉપર કાળુભાર, ઘેલો અને રંઘોળી નદીઓના પાણી ફરી વળતા કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતો હોય છે, ભાવનગર વલ્લભીપુરના આ માર્ગના નિરાકરણ માટે સરકાર દ્વારા 2018-19માં કરોડો રૂપિયાના ખર્ચે તેના ઉપર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેનું કામ પણ 2019-20 દરમ્યાન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જે બાદ કોરોનાકાળ આવતા બંધ પડ્યું હતું અને ત્યારબાદ ત્રણેક વર્ષ જેટલા સમયગાળા દરમ્યાન ઓવરબ્રિજની કામગીરી બંધ ચાલુ થતી રહી છે, પરંતુ હાલ 5 વર્ષ જેવો સમય વિતી જવા છતાં કામગીરી પૂર્ણ નહીં થતાં એક પણ ઓવરબ્રિજ લોકોને ઉપયોગ કરવાનો મોકો મળ્યો નથી.
આજથી 3-4 માસ પહેલા ઓવરબ્રિજનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ખુદ સરકારી એજન્સીઓની બેદરકારીના કારણે જમીન સંપાદન સહિતના મુદ્દા તેમજ હાલ મટીરીયલમાં પણ ભાવ વધારો થતાં એજન્સીએ કામ છોડી દીધું છે. જેના કારણે ઓવરબ્રિજની કામગીરી ફરી ટલ્લે ચડી છે, આ માર્ગ ઉપરથી અલંગ, મહુવા, સોમનાથ સહિતના વાહન ચાલકો પસાર થતા હોય ઘણીવાર ટ્રાફિક જામના દૃશ્યો પણ જોવા મળતા હોય છે.
ઓવરબ્રિજ બન્યા બાદ રસ્તાને ચાર માર્ગીય બનાવવાની કામગીરી પણ શરૂ થવાની હતી, પરંતુ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી જ હજુ પૂર્ણ નથી થઈ, ત્યારે રસ્તાના કામો તો ક્યારે શરૂ થશે એ વિચારવું પણ મુશ્કેલ બન્યું છે. જો કે અધિકારીનું કહેવું છે કે આ કામ માટે હવે ફરી એક વખત ટૂંક સમયમાં નવા ટેન્ડર બહાર પાડવામાં આવશે.
સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસના કામો મંજૂર કરવામાં આવતા હોય છે, જે બાદ રોડ રસ્તા અને ઓવરબ્રિજ બનાવવા સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવતી હોય છે, પરંતુ જેતે સરકારી એજન્સીઓ દ્વારા જમીન સંપાદન, વીજપોલ ટ્રાન્સફર, વીજ લાઈન ફેરવવા સહિતની કામગીરી યોગ્ય સમયે કર્યા વગર જ વિકાસના કામો શરૂ કરી દેવામાં આવતા હોય બાદમાં આવા જમીન સંપાદન સહિતના મુદ્દાઓમાં આયોજનના અભાવે ઘણા કામો બંધ થઈ જતાં હોય છે, જેનું આ ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો