National

જીવનસાથી પસંદ કરવામાં થાપ ખાઈ ગઈ લેડી સિંઘમ, નકલી IRS નીકળ્યો પતિ

જીવનસાથી પસંદ કરવામાં થાપ ખાઈ ગઈ લેડી સિંઘમ, નકલી IRS નીકળ્યો પતિ

- ઠગે પોતાની ઓળખ IRS અધિકારી તરીકે આપી હતી

- શ્રેષ્ઠાના પરિવારજનોની તપાસમાં ઓળખ સાચી હોવાની ખાતરી થઈ હતી

ઉત્તર પ્રદેશ, સોમવાર

  ઉત્તર પ્રદેશમાં તહેનાત એક મહિલા ડેપ્યુટી એસપી છેતરપીંડીનો ભોગ બની છે. તેમની સાથે નકલી IRS અધિકારી બનીને લગ્ન કરવાની એને લાખો રૂપિયાની છેતરપીંડીની ઘટના બની છે. લગ્ન બાદ મહિલા પોલીસ અધિકારીને પોતાની સાથે થયેલી આ છેતરપીંડીની જાણલાકીર મળતા તેમણે છુટાછેડા લઈ લીધા છે. પરંતુ તે શખ્સે પોતાની પત્નીના નામ પર લોકો સાથે છેતરપીંડી કરવાનું ચાલુ રાખ્યું. આ ઘટનાથી પરેશાન થઈને આખરે ડેપ્યુટી એસપીએ ગાઝિયાબાદના કૌશાંબી પોલીસ સ્ટેશનમાં તેના પૂર્વ પતિ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. પીડિત મહિલા પોલીસ અધિકારીનું નામ શ્રેષ્ઠા ઠાકુર છે. તે વર્ષ 2012ની બેચના PPS અધિકારી છે. તેઓ હાલમાં ઉત્તર પ્રદેશના શામલીમાં ફરજ પર છે. ખુબ જ કુશળ પોલીસ અધિકારી હોવાના કારણે શ્રેષ્ઠા ઠાકુરને લોકો લેડી સિંઘમના નામથી પણ ઓળખે છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  ગાઝિયાબાદના કૌશાંબીમાં શ્રેષ્ઠા ઠાકુરે લખાવેલી ફરિયાદ પ્રમાણે વર્ષ 2018માં તેમના લગ્ન રોહિત રાજ નામના એક વ્યક્તિ સાથે થયા હતા. રોહિત સાથે તેમની મુલાકાત એક મેટ્રિમોનીયલ સાઇટના માધ્યમથી થઈ હતી. એ વ્યક્તિએ પોતાની ઓળખ વર્ષ 2008ની બેચના IRS અધિકારી તરીકે આપી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે તે રાંચીમાં ડેપ્યુટી કમીશ્નર પદે ફરજ બજાવે છે. મહિલા પોલીસ અધિકારી અને તેમના પરિવારજનોએ આ વ્યક્તિ વિશે તપાસ પણ કરી હતી. મળતી માહિતી પ્રમાણે વર્ષ 2008માં રોહિત રાજ નામના એક વ્યક્તિ હકિકતમાં જ IRS તરીકે પસંદગી પામ્યા હતા. તેમની તૈનાતી રાંચમાં ડેપ્યુટી કમીશ્નનર તરીકેની હોવાની વાત પણ સાચી નીકળી હતી. તમામ માહિતી સાચી હોવાના જાણકારી મળતા રોહિત અને શ્રેષ્ઠાના લગ્ન થઈ ગયા. જો કે લગ્ન બાદ જ્યારે હકિકત સામે આવી તો મહિલા પોલીસ અધિકારી પણ સડક થઈ ગયા હતા.

આ આખો ઘટનાક્રમ એક સરખા નામને કારણે થયો. આરોપીએ એક સરખા નામનો ફાયદો ઉઠાવીને શ્રેષ્ઠા ઠાકુર સાથે છેતરપીંડી કરી હતી. શ્રેષ્ઠા ઠાકુરને એ વાતની જાણકારી મળી ગઈ હતી કે તેમનો પતિ કોઈ IRS અધિકારી નથી. પરંતુ લગ્નજીવનને બચાવી રાખવા માટે તેમણે કળવા ઘૂંટ પીવાનું ચાલુ રાખ્યું હતું. શ્રેષ્ઠાનો પતિ છેતરપીંડીની ટેવમાંથી ક્યારેય બહાર ન નીકળ્યો. તે શ્રેષ્ઠાના નામે અન્ય લોકો સાથે પણ છેતરપીંડી કરવા લાગ્યો હતો. આખરે આ હરકતોથી કંટાળીને તેણે લગ્નના બે વર્ષ પછી તેના પતિ રોહિત રાજને છુટ્ટાછેડા આપી દીધા હતા.  

  શ્રેષ્ઠા ઠાકુર હાલમાં શામલી જિલ્લામાં ફરજ પર છે. તેમની પોલીસ ઓફિસર બનવાની કહાની ખુબ રસપ્રદ છે. શ્રેષ્ઠાના જણાવ્યા પ્રમાણે તેઓ કાનપુરમાં અભ્યાસ કરતા હતા. તે સમયે આવારા છોકરાઓના છોકરીઓ સાથે છેડછાડ કરવાના અનેક કિસ્સા સામે આવતા હતા. અનેક છોકરીઓ આ પ્રકારની છેડછાડનો ભોગ બની હતી. તે સમયે શ્રેષ્ઠાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ તેમની ફરિયાદને ગંભીરતાથી લેવામાં ન આવી.આ ઘટના બાદ તેમણે પોલીસ ઓફિસર બનવાનો નિર્ણય કરી લીધો હતો. તેમના આ નિર્ણયમાં તેમના પરિવારના લોકોએ તેમને સહકાર આપ્યો હતો. વર્ષ 2012માં તેઓ યુપી પીસીએસની પરીક્ષામાં સફળ થયા હતા. ત્યાર બાદ તેઓ ડીએસપી બની ગયા હતા. તેમને ઉત્તર પ્રદેશના એવા ચર્ચીત અધિકારીઓમાંથી એક માનવામાં આવે છે જેઓ કુશળ અને કર્મઠ છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અમે અમારા ગ્રુપના સભ્ય બનો

ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

જીવનસાથી પસંદ કરવામાં થાપ ખાઈ ગઈ લેડી સિંઘમ, નકલી IRS નીકળ્યો પતિ