International

એકબીજાના હાથમાં હાથ રાખીને લીધા અંતિમ શ્વાસ, વેલેન્ટાઇન ડે પર વાંચો પ્રેમની આ કહાની

એકબીજાના હાથમાં હાથ રાખીને લીધા અંતિમ શ્વાસ, વેલેન્ટાઇન ડે પર વાંચો પ્રેમની આ કહાની

- ડ્રીસ નેધરલેન્ડના ભૂતપૂર્વ વડાપ્રધાન રહી ચુક્યા છે

- 93 વર્ષની ઉંમર, 70 વર્ષનું લગ્નજીવન, ડ્રીસ પત્નીને ‘માય ગર્લ’ કહીને સંબોધતા

અમદાવાદ, સોમવાર

  વેલેન્ટાઇન ડેને પ્રેમનો ઇઝહાર કરવાનો દિવસ માનવામાં આવે છે. લોકો પોતાના પ્રિય પાત્રને ચોકલેટ કે ફૂલ આપીને પોતાના મનની વાત કહે છે. સાથે જ બંને સાથે જીવવાની અને સાથે મરવાની કસમ પણ ખાય છે. પરંતુ નેધરલેન્ડના ભૂતપૂર્વ વડાપ્રધાન અને તેમની પત્નીએ જે કર્યું તેને સદીઓ સુધી યાદ કરવામાં આવશે. તેમણે ન માત્ર સાથે જીવવા મરવાના વાયદા કર્યા, પરંતુ હકિકતમાં પ્રેમની એવી મિસાલ કાયમ કરી કે જેને લોકો ક્યારેય નહિ ભૂલે. બંનેએ લગ્ન કર્યા, સાથે જીવન ગાળ્યું અને જ્યારે આ દુનિયાને અલવિદા કહેવાનો સમય આવ્યો ત્યારે પણ તેમણે સાથે જ અંતિમ શ્વાસ લીધા. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  ન્યુયોર્ક પોસ્ટના એક અહેવાલ પ્રમાણે, નેધરલેન્ડના ભૂતપૂર્વ વડાપ્રધાન ડ્રીસ વૈન એગ્ટ વર્ષ 2019માં એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા. ભાષણ દરમિયાન તેમને બ્રેન હેમરેજ થયું હતુ અને ત્યાર બાદ તેઓ ક્યારેય સંપૂર્ણ સાજા ન થઈ શક્યા. તેમના પત્ની યુઝિની વૈન એગ્ટ-ક્રેકેલબર્ગ તેમની સાથે રહ્યા, તેમની સેવા કરતા રહ્યા. પત્નીની ઉંમર વધતાની સાથે તેમની તબિયત પણ લથડવા લાગી. તેમના માટે હાલવું ચાલવું મુશ્કેલ થઈ રહ્યું હતું. બંને એકબીજા વગર રહી શકતા ન હતા. બંનેએ વિચાર્યું કે સાથે જીવી ન શકીએ તો સાથે મરી તો શકીએ છીએ. બંનેએ ઇચ્છામૃત્યુનો માર્ગ અપનાવ્યો.

93 વર્ષની વયે મૃત્યુને પસંદ કર્યું
  3 વર્ષની વયે ડ્રીસ વૈન એગ્ટ અને તેમના પત્ની યુઝિનીએ કાયદા પ્રમાણે ઇચ્છા મૃત્યુ માટે રજૂઆત કરી. ત્યાર બાદ પાંચમી ફેબ્રુઆરીના રોજ બંનેએ પોતાના ઘરની અંદર એકબીજાના હાથમાં હાથ રાખીને અંતિમ શ્વાસ લઈ લીધા. માનવાધિકાર સંગઠન ધ રાઇટ્સ ફોરમના જણાવ્યા પ્રમાણે, “તેઓ પોતાની પત્ની કે જેમની સાથે તેઓ 70 વર્ષ રહ્યા, તેમના હાથમાં હાથ રાખીને મૃત્યુ પામ્યા. તેમની પત્નીને તેઓ હંમેશા ‘માય ગર્લ’ કહીને સંબોધતા હતા.”

બંનેને ડુઓ યુથેનેસિયા આપવામાં આવ્યો
  ધ રાઇટ્સ ફોરમના ડિરેક્ટર ગેરાડ ઝોંકમેનના જણાવ્યા પ્રમાણે, આ દંપતીને ડુઓ યુથેનેસિયા આપવામાં આવ્યો હતો. આ એક ઘાતક ઇંક્જેશન હોય છે, જેને લીધા બાદ તાત્કાલીક વ્યક્તનું મૃત્યુ થાય છે. નેધર લેન્ડમાં ઇચ્છામૃત્યુ કાયદાના રૂપમાં લાગુ છે, જે અંતર્ગત ગંભીર બિમારી સામે લડી રહેલા લોકો કાયદાકીય રીતે ઇચ્છામૃત્યુની માગ કરી શકે છે. દંપતીને તેમના હોમ ટાઉન નિઝમેગેનમાં એક ખાનગી સમારોહ દરમિયાન દફનાવવામાં આવ્યા. બંનેની ઉંમર 93 વર્ષની હતી. ડ્રીસનો 93મો જન્મદિવસ આ મહિનાની 2 ફેબ્રુઆરીના રોજ હતો. તેઓ ડીસેમ્બર 1977 થી 1982 સુધી નેધરલેન્ડના વડાપ્રધાન રહ્યા હતા.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અમે અમારા ગ્રુપના સભ્ય બનો

ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

એકબીજાના હાથમાં હાથ રાખીને લીધા અંતિમ શ્વાસ, વેલેન્ટાઇન ડે પર વાંચો પ્રેમની આ કહાની