National

પ્રસાદમેં હડ્ડી, બાર જ્યોતિર્લિંગોમાંથી એક એવા શ્રીશૈલમના પ્રસાદમાંથી હાડકુ નિકળવાનો આરોપ

પ્રસાદમેં હડ્ડી, બાર જ્યોતિર્લિંગોમાંથી એક એવા શ્રીશૈલમના પ્રસાદમાંથી હાડકુ નિકળવાનો આરોપ

- હરીશ રેડ્ડી નામના ભક્તે પુરાવા સાથે મંદિરમાં ફરિયાદ કરી

- મંદિરના અધિકારીઓનું માનવું છે કે પ્રસાદમાંથી મળેલી વસ્તુ તજ હોઈ શકે છે

આંધ્રપ્રદેશ, સોમવાર

  આંધ્રપ્રદેશના નંદયાલમાં આવેલા શ્રીશૈલમ મંદિરના પ્રસાદમાંથી કથિત રીતે હાડકાના ટુકડા નીકળવાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ઘટનાની ફરિયાદ મળતા જ મંદિર પ્રશાસન દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. એક સમાચાર એન્સીના અહેવાલ પ્રમાણે નવમી  ફેબ્રુઆરીના રોજ હરીશ રેડ્ડી નામના ભક્તને દર્શન બાદ પ્રસાદ મળ્યો હતો. આ પ્રસાદમાં કથિત રીતે હાડકાના ટુકડા મળી આવ્યા હતા. ત્યાર બાદ તેમમે તાત્કાલિક મંદિરના કાર્યકારી અધિકારીની કચેરીમાં પુરાવા સાથે લેખિતમાં ફરિયાદ દાખલ કરી હતી. આ ઘટનાથી મંદિરના મેનેજમેન્ટ અને સ્વચ્છતાને લઈને અનેક સવાલ  ઊભા થઈ રહ્યા છે. શ્રદ્ધાળુની ફરિયાદના જવાબમાં મંદિર પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મંદિરના અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ મંદિરના અધિકારીઓનું માનવું છે કે શ્રદ્ધાળુના પ્રસાદમાંથી મળેલી વસ્તુ તજના ટુકડા હોઈ શકે છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

શ્રીશૈલમ મંદિરનો ઇતિહાસ
  શ્રીશૈલમ જ્યોતિર્લિંગ આંધ્ર પ્રદેશના પશ્ચિમ ભાગમાં આવેલા કુર્નૂલ જિલ્લાના નલ્લામલ્લા જંગલોની મધ્યમાં આવેલી શ્રીસૈલમ પહાડીઓ વચ્ચે આવેલું છે. આ મંદિરને મલ્લિકાર્જૂન નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ સત્તાવાહન રાજવંશ સાથે જોડાયેલો માનવામાં આવે છે. ઇતિહાસકારોનું કહેવું છે કે શ્રીશૈલમ મંદિરનું નિર્માણ બીજી શતાબ્દીની આસપાસ કરવામાં આવ્યું હતું.

નાંદેડમાં પ્રસાદથી ફૂડ પોઇઝનિંગનો કિસ્સો
  તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં પણ મંદિરના પ્રસાદને લઈને એક વિવાદ સામે આવ્યો હતો. મહારાષ્ટ્રમાં 6 ફેબ્રુઆરીના રોજ નાંદેડના કોષ્ટેવાડી ગામમાં ધાર્મિક કાર્યક્રમ થયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભક્તોને જે પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો તેને ખાધા બાદ આશરે બે થી ત્રણ હજાર લોકોને ફુડ પોઇઝનિંગ થયું હતુ. ઉલ્ટી અને તબિયત ખરાબ થયા બાદ અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અમે અમારા ગ્રુપના સભ્ય બનો

ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

પ્રસાદમેં હડ્ડી, બાર જ્યોતિર્લિંગોમાંથી એક એવા શ્રીશૈલમના પ્રસાદમાંથી હાડકુ નિકળવાનો આરોપ