District

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષા હવેથી સંપૂર્ણ પેપરલેશ થશે, બીટ ગાર્ડની પરિક્ષા પણ ઓનલાઈન પદ્ધતિથી લેશે

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષા હવેથી સંપૂર્ણ પેપરલેશ થશે, બીટ ગાર્ડની પરિક્ષા પણ ઓનલાઈન પદ્ધતિથી લેશે

- પરીક્ષાની જવાબદારી દેશની પ્રતિષ્ઠિત ટેક કંપની ટીસીએસને સોંપાશે
- કંપની દ્વારા એકસાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે
- ઓનલાઈન પદ્ધતિથી સૌપ્રથમ બીટગાર્ડની પરીક્ષા યોજાશે

ગાંધીનગર, બુધવાર 

  છેલ્લાં કેટલાં સમયથી પરિક્ષાઓમાં થતા છબરડા, તેમજ પેપર ફૂટવાની એક બાદ એક ઘટનાઓ કે પછી એમ કહો કે છાશવારે થતાં પેપરકાંડને રોકવા સરકારે હવે કડક પગલાં લીધાં છે. જેને ધ્યાને લઈને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિક્ષા પદ્ધતિમાં મોટો ફેકફાર કરવાનો નિર્ણય લેવાયો છે. કોઈપણ વિદ્યાર્થી એટલેકે, ઉમેદવારને કોઈ અન્યાય ન થાય તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી પરીક્ષા સંપૂર્ણ પેપરલેસ રહેશે. ઉમેદવારોએ કોમ્પ્યુટર પર પરીક્ષા આપવાની રહેશે. જેના માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એજન્સી પણ નક્કી કરી દેવાઈ છે.

  રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલાં નિર્ણય અનુસાર હવેથી પરિક્ષા ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પણ લેવાશે. પરિક્ષા પદ્ધતિમાં દિવસના ત્રણ પેપર કઢાશે. એટલું જ નહીં હવે પછીની સંપૂર્ણ પરિક્ષા પેપર લેસ પ્રક્રિયાથી લેવામાં આવશે. પરિક્ષાર્થી કે ઉમેદવારે નિયત કરાયેલાં વિવિધ સેન્ટરોમાં જઈને કોમ્પ્યુટર પર સંપૂર્ણ પરિક્ષા આપવાની રહેશે.કોમ્પ્યુટર માટેની એજન્સી ગૌણ સેવા પસંદગી મંડળે નક્કી કરી છે. એક સાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દેશની પ્રતિષ્ઠિત ટીસીએસ કંપની ને પરિક્ષા માટેની જવાબદારી સોંપાશે. બીટ ગાર્ડની પરિક્ષા પણ ઓનલાઈન પદ્ધતિ થી ગૌણ સેવા પસંદગી મંડળ લેશે. બીટ ગાર્ડની પરિક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે. જેમાં 4.5 લાખ ઉમેદવારો પરિક્ષા આપશે.

  પરીક્ષાની જવાબદારી દેશની પ્રતિષ્ઠિત ટેક કંપની ટીસીએસને સોંપાશે. કંપની દ્વારા એકસાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઓનલાઈન પદ્ધતિથી સૌપ્રથમ બીટગાર્ડની પરીક્ષા યોજાશે. જેમાં 4.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા એક સપ્તાહથી વધુ સમય સુધી ચાલશે. જો કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષા ઓનલાઈન પદ્ધતિથી લેવાવાના કારણે અનેક ફાયદા થશે. તેના પરિણામ ઝડપી આવશે, પરીક્ષામાં સંપૂર્ણ પારદર્શિતા રહેશે, પેપર ફૂટવાની શક્યતા નહિવત રહેશે, કાગળ અને પ્રિન્ટિંગનો ખર્ચ બચશે, સાથે જ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચશે અને વ્યવસ્થા જળવાશે. સૌથી અગત્યનો ફાયદો એ છે કે પેપરની ગુપ્તતા જળવાઈ રહેશે.આ પ્રકારની પદ્ધતિથી પરીક્ષામાં ગેરરીતિ થવાની સંભાવના પણ ઘટી જતી હોય છે, ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે લેવાયેલો આ નિર્ણય ખૂબ જ મહત્વનો માની શકાય છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષા હવેથી સંપૂર્ણ પેપરલેશ થશે, બીટ ગાર્ડની પરિક્ષા પણ ઓનલાઈન પદ્ધતિથી લેશે