International

હિન્દુ મંદિરનું ઉદઘાટન, વર્ષ 2015 બાદ PM નો સાતમો UAE પ્રવાસ, જાણી લો કાર્યક્રમ

હિન્દુ મંદિરનું ઉદઘાટન, વર્ષ 2015 બાદ PM નો સાતમો UAE પ્રવાસ, જાણી લો કાર્યક્રમ

- હિન્દુ મંદિરના ઉદધાટનમાં 2000 થી 5000 શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતા

- પીએમ શિખર સંમેલનમાં એક ભાષણ ઉપરાંત ભારતીય સમુદાયને પણ સંબોધશે

નવી દિલ્હી, સોમવાર

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સંયુક્ત અરબ અમિરાતના બે દિવસીય પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે બેઠક કરશે તેમજ અબૂ ધાબીમાં સૌથી પહેલા હિન્દુ મંદિરનું ઉદઘાટન કરશે. વિદેશ વિભાગે આ પ્રવાસની જાહેરાત કરતા કહ્યું હતું કે, વર્ષ 2015 બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સાતમી UAE યાત્રા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  વિદેશ સચિવ વિનય કાત્રાએ જણાવ્યું હતું કે પીએમ મોદી અને અલ નાહયાન દેશો વચ્ચે કુટનૈતિક ભાગીદારી તરફ એક ગાઢ, વિસ્તારીત અને મજબૂત સબંધો પર ચર્ચા થશે. આ દેશો પરસ્પર હિતના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. વિદેશ મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે વડાપ્રધાન મોદી સંયુક્ત આરબ અમિરાતના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રક્ષામંત્રી શેખ મહોમ્મ્દ બિન રાશિદ અલ મકતૂમ સાથે પણ મુલાકાત કરશે.

પીએમ મોદી સ્પોર્ટ્સ સીટીમાં ભારતીયોને સંબોધિત કરશે
  વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદી દુબઇમાં આયોજિત થવા જઈ રહેલા એક સંમેલન 2024 માં સન્માનિત અતિથિ તરીકે હાજર રહેશે. તેઓ આ શિખર સંમેલનમાં એક વિશેષ મુખ્ય ભાષણ પણ આપશે. પીએમ મોદી અબૂ ધાબીમાં પહેલા હિન્દુ મંદિર બીએપીએસ મંદિરનું પણ ઉદઘાટન કરશે. સાથે જ તેઓ ઝાયદ સ્પોર્ટ્સ સીટીમાં એક કાર્યક્રમ દરમિયાન ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.

દ્વિપક્ષીય સબંધોને વ્યાપક રણનૈતિક ભાગીદારી સુધી લઈ જવામાં આવ્યા
  વિદેશ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે ભારત અને યુએઇ વચ્ચે મજબૂત રાજનૈતિક, સાંસ્કૃતિક અને આર્થિક દ્રષ્ટિએ ઘનિષ્ઠ અને બહુઆયામી સબંધો છે. ઓગસ્ટ 2015માં પીએમ મોદીના ઐતિહાસીક પ્રવાસ બાદ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સબંધોને વ્યાપક રણનૈતિક ભાગીદારી સુધી લઈ જવામાં આવ્યા છે. બંને દેશોએ સરહદ પારની લેવડ દેવડ માટે ભારતીય રૂપિયા અને EAD ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ફેબ્રુઆરી 2022માં એક વ્યાપક આર્થિક ભાગીદારી કરાર અને જૂલાઇ 2023માં એક લોકલ કરન્સી સેટલમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. સત્તાવાર આંકડા પ્રમાણે વર્ષ 2022-23માં આશરે 85 બિલિયન અમેરીકન ડોલરના દ્વિપક્ષીય વેપાર સાથે બંને દેશો એકબીજાના ટોચના ભાગીદારોમાંથી એક છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અમે અમારા ગ્રુપના સભ્ય બનો

ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

હિન્દુ મંદિરનું ઉદઘાટન, વર્ષ 2015 બાદ PM નો સાતમો UAE પ્રવાસ, જાણી લો કાર્યક્રમ