District

નવા વર્ષની ઉજવણીની વચ્ચે રાજ્યમાં ઈમરજન્સીના કેસોમાં 16.76 ટકાનો વધારો

નવા વર્ષની ઉજવણીની વચ્ચે રાજ્યમાં ઈમરજન્સીના કેસોમાં 16.76 ટકાનો વધારો

- 2 નવેમ્બરે બેસતા વર્ષના દિવસે રાજ્યમાં 5259 ઈમરજન્સીના બનાવો

- જે સામાન્ય દિવસોમાં સરેરાશ 4504 નોંધાતા હોય છે

અમદાવાદ, સોમવાર

  હિન્દુઓના નવા વર્ષની ઉજવણીની વચ્ચે રાજ્યમાં ઈમરજન્સીના કેસોમાં 16.76 ટકાનો વધારો નોંધાયો છે. 2 નવેમ્બરે બેસતા વર્ષના દિવસે રાજ્યમાં 5259 ઈમરજન્સીના બનાવો નોંધાયા હતા. જે સામાન્ય દિવસોમાં સરેરાશ 4504 નોંધાતા હોય છે.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો

  દિવાળી, પડતર દિવસ અને બેસતા વર્ષ એમ કુલ 3 દિવસ દરમ્યાન રાજ્યભરમાં ઈમરજન્સીના બનાવોમાં કુલ 12.34 ટકાનો વઘારો નોંધાયો છે. આ 3 દિવસ દરમ્યાન રાજ્યમાં 108 ઈમરજન્સીને કુલ 15179 ઈમરજન્સીના કોલ મળ્યા હતા. જેમાં દાઝી જવાના કુલ 102 કોલ્સ 108 ઈમરજન્સીને રાજ્યભરમાંથી મળ્યા હતા. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 28 કેસો નોંધાયા છે. અમદાવાદ પછી સુરતમાં સૌથી વધુ 25 અને રાજકોટમાં 8 કેસ દાઝી જવાના નોંધાયા છે.

  આ સાથે જ પ્રકાશના પર્વ દરમ્યાન રાજ્યમાં મારામારીના બનાવોમાં પણ સામાન્ય દિવસ કરતા 128.7 ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. 31 ઓક્ટબરથી 2 નવેમ્બર સુધી રાજ્યમાં કુલ 988 ઈમરજન્સીના બનાવો રાજ્યભરમાં નોંધાયા છે. જેમાં 323 કોલ દિવાળીના દિવસે, 381 કોલ્સ પડતર દિવસે અને 284 કોલ્સ નવા વર્ષના દિવસે નોંધાયા છે.. દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, રાજકોટ, સુરત, અમદાવાદ, ભાવનગર અને વડોદરામાં સૌથી વઘુ મારામારીના કેસો નોંધાયા છે..

  તો દિવાળી અને નવા વર્ષના પર્વ દરમ્યાન રોડ અકસ્માતના બનાવોમાં પણ 96.05 ટકાનો વધારો રાજ્યભરમાં નોંધાયો છે. દિવાળીના પર્વ દરમ્યાન રાજ્યમાં કુલ 2829 કેસ રોડ અકસ્માતના 108 ઈમરજન્સીમાં નોંધાયા છે. જેમાં 921 કોલ દિવાળીના દિવસે, ત્યારબાદ પડતર દિવસે કુલ 821 અકસ્માતના બનાવના કોલ્સ તેમજ 1081 અકસ્માતના બનાવના કોલ્સ નવા વર્ષના દિવસે નોંધાયા છે. સામાન્ય દિવસોમાં રાજ્યભરમાં સરેરાશ 481 અકસ્માતના કોલ્સ 108 ઈમરજન્સીમાં નોંધાયા છે. દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ,નવસારી, ભરુચ, ભાવનગર, જુનાગઢ, અમરેલી,સાબરકાંઠા, કચ્છ તેમજ ખેડામાં પ્રતિ દિવસ 20 થી વઘુ અક્સ્માતના બનાવો નોંધાયા છે.

ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 

અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

નવા વર્ષની ઉજવણીની વચ્ચે રાજ્યમાં ઈમરજન્સીના કેસોમાં 16.76 ટકાનો વધારો