ગાંધીનગરમાં ‘વિશ્વ હિપેટાઇટીસ દિવસ’ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ, 300 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

‘Let’s Break It Down’ થીમ હેઠળ હિપેટાઇટીસ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવાનો સંદેશ અપાયો : સમયસર નિદાન, સારવાર, રસીકરણ અને બચાવ અંગે વિદ્યાર્થીઓને નિષ્ણાતોએ આપી વિસ્તૃત માહિતી

ગાંધીનગર, મંગળવાર : વિશ્વ હિપેટાઇટીસ દિવસ નિમિત્તે જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ, ગાંધીનગર હેઠળ Vihaan CSC અને SSK કાર્યક્રમના સંયુક્ત આયોજનમાં સી. એમ. પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી, ગાંધીનગર ખાતે હિપેટાઇટીસ અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ હિપેટાઇટીસ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો તેમજ ગેરમાન્યતાઓ દૂર કરવાનો હતો.

આ વર્ષની “Let’s Break It Down” થીમને કેન્દ્રમાં રાખીને આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને હિપેટાઇટીસના વિવિધ પ્રકારો, તેના ફેલાવાના માર્ગો, લક્ષણો, સમયસર નિદાન, આધુનિક સારવાર, રસીકરણ અને બચાવના ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ સમાજમાં હિપેટાઇટીસ અંગે સાચી માહિતી પહોંચે તે માટે જાગૃતિ સાહિત્યનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અંદાજે 300 જેટલા નર્સિંગ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે મેડિકલ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મીતા પરીખ, ART નોડલ ઓફિસર ડૉ. શશી મુન્દ્રા, મેડિકલ ઓફિસર ડૉ. મીના બ્રહ્મભટ્ટ, માઇક્રોબાયોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કિરણકુમાર પટેલ, TB મેડિકલ ઓફિસર ડૉ. હની પઠાણ, સી. એમ. પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાજેશ રાવલ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ, નિષ્ણાતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

MITUFAB SOLANKI
Author: MITUFAB SOLANKI

Leave a Comment

Read More

error: Content is protected !!