SIP દ્વારા 5 વર્ષમાં પૈસા બમણા કરનાર 5 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ: વાર્ષિક 30-32% સુધીનું દમદાર રિટર્ન!

આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે યોગ્ય ઇક્વિટી ફંડ પસંદ કરવામાં આવે અને SIP દ્વારા નિયમિત રોકાણ કરવામાં આવે, તો નાની રકમનું રોકાણ કરીને પણ મોટી સંપત્તિ બનાવી શકાય છે.

અમદાવાદ, શનિવાર
મ્યુચ્યુઅલ ફંડ્સમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIPએ નાના રોકાણકારો માટે મોટું ફંડ બનાવવાની એક ઉત્તમ તક છે. જો તમે પણ SIP દ્વારા રોકાણ કરીને તમારા પૈસાને ઝડપથી વધારવા માંગો છો, તો અહીં છેલ્લા 5 વર્ષમાં દમદાર પરફોર્મન્સ આપનાર ટોપ 5 ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સની વિગતવાર માહિતી આપવામાં આવી છે, જેમણે રોકાણકારોના પૈસા 5 વર્ષમાં બમણા કે તેથી પણ વધુ કર્યા છે. આ ફંડ્સનો એક્સપેન્સ રેશિયો પણ ઘણો ઓછો છે.

શા માટે SIP છે ખાસ?
SIP મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરવાની એક સરળ અને શિસ્તબદ્ધ રીત છે. તેના દ્વારા તમે નાની રકમથી પણ શરૂઆત કરી શકો છો અને બજારની વધઘટનો લાભ લઈ શકો છો, જેને રૂપિયા-કોસ્ટ એવરેજિંગ કહેવાય છે. ઘણાં ઇક્વિટી ફંડ્સે લાંબા ગાળે SIP રોકાણકારોને ખૂબ જ ઊંચું રિટર્ન આપ્યું છે.

5 વર્ષમાં પૈસા બમણા કરનાર ટોપ 5 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ

1. ICICI પ્રુડેન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ – ડાયરેક્ટ પ્લાન
* વેલ્યૂ રિસર્ચ રેટિંગ: 5 સ્ટાર
* SIP પર 5 વર્ષનું વાર્ષિક રિટર્ન: 32.86%
* 10,000ની માસિક SIP સાથે 5 વર્ષમાં કુલ રોકાણ: 6 લાખ
* 10,000 માસિક SIPની 5 વર્ષમાં ફંડ વેલ્યૂ: 13,16,064
* લમ્પસમ રોકાણ પર 5 વર્ષનું સરેરાશ વાર્ષિક રિટર્ન (CAGR): 38.03%
* એક લાખના લમ્પસમ રોકાણની 5 વર્ષ બાદ વેલ્યૂ: 5,00,970
* એક્સપેન્સ રેશિયો: 1.14%

2. મોતીલાલ ઓસવાલ Midcap Fund – ડાયરેક્ટ પ્લાન
* વેલ્યૂ રિસર્ચ રેટિંગ: 5 સ્ટાર
* SIP પર 5 વર્ષનું વાર્ષિક રિટર્ન: 32.31%
* 10,000 ના માસિક SIP સાથે 5 વર્ષમાં કુલ રોકાણ: 6 લાખ
* 10,000 માસિક SIP ની 5 વર્ષમાં ફંડ વેલ્યૂ: 12,99,648
* લમ્પસમ રોકાણ પર 5 વર્ષનું સરેરાશ વાર્ષિક રિટર્ન (CAGR): 37.44%
* એક લાખના લમ્પસમ રોકાણની 5 વર્ષ બાદ વેલ્યૂ: 4,90,431
* એક્સપેન્સ રેશિયો: 0.68%

3. બંધન સ્મોલ કેપ ફંડ – ડાયરેક્ટ પ્લાન
* વેલ્યૂ રિસર્ચ રેટિંગ: 5 સ્ટાર
* SIP પર 5 વર્ષનું વાર્ષિક રિટર્ન: 31.48%
* 10,000 ના માસિક SIP સાથે 5 વર્ષમાં કુલ રોકાણ: 6 લાખ
* 10,000 માસિક SIP ની 5 વર્ષમાં ફંડ વેલ્યૂ: 12,74,986
* લમ્પસમ રોકાણ પર 5 વર્ષનું સરેરાશ વાર્ષિક રિટર્ન (CAGR): 38.04%
* 1 લાખના લમ્પસમ રોકાણની 5 વર્ષ બાદ વેલ્યૂ: 5,01,139
* એક્સપેન્સ રેશિયો: 0.39%

4. LIC MF ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ – ડાયરેક્ટ પ્લાન
* વેલ્યૂ રિસર્ચ રેટિંગ: 4 સ્ટાર
* SIP પર 5 વર્ષનું વાર્ષિક રિટર્ન: 31.33%
* 10,000 ના માસિક SIP સાથે 5 વર્ષમાં કુલ રોકાણ: 6 લાખ
* 10,000 માસિક SIP ની 5 વર્ષમાં ફંડ વેલ્યૂ: 12,70,705
* લમ્પસમ રોકાણ પર 5 વર્ષનું સરેરાશ વાર્ષિક રિટર્ન (CAGR): 34.27%
* 1 લાખના લમ્પસમ રોકાણની 5 વર્ષ બાદ વેલ્યૂ: 4,36,380
* એક્સપેન્સ રેશિયો: 0.50%

5. ફ્રેન્કલિન બિલ્ડ ઇન્ડિયા ફંડ – ડાયરેક્ટ પ્લાન
* વેલ્યૂ રિસર્ચ રેટિંગ: 4 સ્ટાર
* SIP પર 5 વર્ષનું વાર્ષિક રિટર્ન: 30.22%
* 10,000 ના માસિક SIP સાથે 5 વર્ષમાં કુલ રોકાણ: 6 લાખ
* 10,000 માસિક SIP ની 5 વર્ષમાં ફંડ વેલ્યૂ: 12,38,504
* લમ્પસમ રોકાણ પર 5 વર્ષનું સરેરાશ વાર્ષિક રિટર્ન (CAGR): 34.76%
* 1 લાખના લમ્પસમ રોકાણની 5 વર્ષ બાદ વેલ્યૂ: 4,44,468
* એક્સપેન્સ રેશિયો: 0.95%

આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે યોગ્ય ઇક્વિટી ફંડ પસંદ કરવામાં આવે અને SIP દ્વારા નિયમિત રોકાણ કરવામાં આવે, તો નાની રકમનું રોકાણ કરીને પણ મોટી સંપત્તિ બનાવી શકાય છે. જોકે, આ ફંડ્સ તેમના રોકાણ માળખાને કારણે ઊંચા જોખમ ધરાવે છે. SIP દ્વારા રોકાણ કરવાથી જોખમ અમુક અંશે ઓછું થાય છે, પરંતુ તેમ છતાં, આ હાઈ-રિસ્ક, હાઈ-રિટર્ન કેટેગરીના ફંડ્સ છે.

(ડિસ્ક્લેમર: આ લેખનો હેતુ ફક્ત માહિતી પૂરી પાડવાનો છે, રોકાણની ભલામણ કરવાનો નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર એટલે કે Financial Advisorની સલાહ લેવી હિતાવહ છે. સાથે મ્યુચ્યુઅલ ફંડ્સનું ભૂતકાળનું રિટર્ન ભવિષ્યમાં ચાલુ રહેવાની ખાતરી નથી.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!