CBSE બોર્ડ પરીક્ષા 2026: ધોરણ 10 અને 12ની સંભવિત તારીખો જાહેર, 45 લાખ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર

સત્તાવાર જાહેરાત મુજબ, આ વર્ષની મુખ્ય પરીક્ષાઓ 17 ફેબ્રુઆરી, 2026 થી શરૂ થઈને 15 જુલાઈ, 2026 સુધી ચાલશે. આ પરીક્ષાઓ માત્ર ભારતમાં જ નહીં, પણ વિદેશના 26 દેશોમાં પણ યોજાશે.

અમદાવાદ, ગુરૂવાર
CBSEએ 2026ની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે ટેન્ટેટિવ ડેટ શીટ જાહેર કરી છે. 17 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ પરીક્ષાઓની તારીખો અને અન્ય મહત્વપૂર્ણ વિગતો જાણો. આ લેટેસ્ટ અપડેટ ખાસ કરીને 45 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે છે, જેમને સમયસર આયોજન કરવામાં મદદ મળશે.

CBSE બોર્ડ પરીક્ષા 2026 માટે ધોરણ 10 અને 12ની સંભવિત તારીખો જાહેર થઈ છે. જેમાં 45 લાખ વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 2026 માટે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની ટેન્ટેટિવ ડેટ શીટ જાહેર કરી છે. આ અપડેટથી 45 લાખથી વધુ વિદ્યાર્થીઓને સમયસર પ્લાનિંગ કરવામાં મોટી રાહત મળશે.

સત્તાવાર જાહેરાત મુજબ, આ વર્ષની મુખ્ય પરીક્ષાઓ 17 ફેબ્રુઆરી, 2026 થી શરૂ થઈને 15 જુલાઈ, 2026 સુધી ચાલશે. આ પરીક્ષાઓ માત્ર ભારતમાં જ નહીં, પણ વિદેશના 26 દેશોમાં પણ યોજાશે.

જાણો કઈ પરીક્ષાઓનો સમાવેશ થયો છે
CBSE દ્વારા જાહેર કરાયેલા આ શેડ્યુલમાં ઘણી મહત્વની પરીક્ષાઓનો સમાવેશ થાય છે. મુખ્ય પરીક્ષાઓ ઉપરાંત, ધોરણ 12ના સ્પોર્ટ્સ સ્ટુડન્ટ્સ માટેની સ્પેશિયલ એક્ઝામ, ધોરણ 10ની બીજી બોર્ડ પરીક્ષા અને ધોરણ 12ની સપ્લિમેન્ટરી એક્ઝામ્સ પણ આ સમયગાળામાં લેવાશે.

બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે મુખ્ય પરીક્ષાઓ સાથે જ પ્રેક્ટિકલ એક્ઝામ્સ, ઇવેલ્યુએશન અને રિઝલ્ટ પ્રોસેસ પણ સમયસર પૂરી થઈ જશે. આનાથી રિઝલ્ટ આવવામાં કોઈ ડિલે નહીં થાય.

45 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
2026માં અંદાજે 45 લાખ સ્ટુડન્ટ્સ કુલ 204 સબ્જેક્ટ્સમાં પરીક્ષા આપશે. આ પરીક્ષાઓનું સફળતાપૂર્વક આયોજન કરવા માટે વિદ્યાર્થીઓ, શાળાઓ અને ટીચર્સ વચ્ચે સારા કોઓર્ડિનેશનની જરૂર પડશે, એવું બોર્ડે જણાવ્યું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!