બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની તારીખોનું ચૂંટણી પંચ દ્વારા ઔપચારિક રીતે એલાન કરી દેવામાં આવ્યું છે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર (CEC) જ્ઞાનેશ કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આ વખતે બિહારમાં બે તબક્કામાં મતદાન યોજાશે: પરિણામ 14 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. જ્યારે, તમામ બેઠકો માટેની મતગણતરી (Counting) 14 નવેમ્બર, 2025ના રોજ હાથ ધરવામાં આવશે.
પ્રથમ તબક્કો: 6 નવેમ્બર, 2025
બીજો તબક્કો: 11 નવેમ્બર, 2025
મુખ્ય આંકડાઓ અને રાજકીય સમીકરણ
CEC જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, આ ચૂંટણીમાં 7.4 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 14 લાખ યુવાનો પ્રથમ વખત મતદાન કરીને પોતાનો રાજકીય મત આપશે. આ ચૂંટણી સત્તાધારી NDA ગઠબંધન અને વિપક્ષી INDIA ગઠબંધન વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. નિષ્ણાતોના મતે, બિહારનો આ ચૂંટણી જંગ રાજ્યની દિશા અને દશા નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવશે.











