ICC વુમન્સ વર્લ્ડ કપના મુકાબલામાં ગુરુવારે દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને 3 વિકેટથી હરાવીને રોમાંચક જીત મેળવી. આ હાર છતાં ભારતીય ટીમ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે.

ICC વુમન્સ વર્લ્ડ કપના મુકાબલામાં ગુરુવારે દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને 3 વિકેટથી હરાવીને રોમાંચક જીત મેળવી. આ હાર છતાં ભારતીય ટીમ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે, જ્યારે આફ્રિકાની ટીમ ચોથા સ્થાને પહોંચી છે.
ભીની આઉટફીલ્ડને કારણે મેચ એક કલાક મોડી શરૂ થઈ હતી. ભારતીય મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 251 રન બનાવ્યા હતા. ભારત તરફથી સ્મૃતિ મંધાના (23) અને પ્રતિકા રાવલ (37) એ 55 રનની સારી શરૂઆત અપાવી હતી, પરંતુ મધ્યક્રમ મોટો સ્કોર કરી શક્યો નહોતો.
252 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ ખરાબ રહી અને ટોપ ઓર્ડર ધ્વસ્ત થઈ ગયો. જોકે, લોરા વુલ્ફાર્ટે 70 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને ટીમને સંકટમાંથી ઉગારી. લોરાના આઉટ થયા બાદ ડિક્લાર્કે અણનમ 84 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી અને ટ્રાયન (49 રન) સાથે મળીને ટીમને જીત અપાવી. ભારત તરફથી ક્રાંતિ અને રાણાએ 2-2 વિકેટ લીધી હતી, પરંતુ લક્ષ્યનો બચાવ કરી શકી નહોતી.











