ઓપરેશન સિંદુર સમયે નૌસેના તૈયાર હતી પાકિસ્તાન પર હુમલો કરવા, DGMO ના વડાએ કર્યો ખુલાસો

પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું, જેના પરિણામે પાકિસ્તાન અને PoK સ્થિત આતંકી સંગઠનો પર ચાર દિવસ સુધી સૈન્ય સંઘર્ષ ચાલ્યો હતો

પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું, જેના પરિણામે પાકિસ્તાન અને PoK સ્થિત આતંકી સંગઠનો પર ચાર દિવસ સુધી સૈન્ય સંઘર્ષ ચાલ્યો હતો. આ ઓપરેશનનું નેતૃત્વ કરનાર ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે આ સંઘર્ષ દરમિયાન ભારતીય નૌસેના અરબ સાગરમાં પાકિસ્તાન પર હુમલો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતી.

તેમણે જણાવ્યું કે, ભારતીય નૌસેના સક્રિય થઈ ગઈ હતી અને કાર્યવાહી માટે તૈયાર હતી, પરંતુ પાકિસ્તાને પોતે જ શત્રુતા સમાપ્ત કરવા અને શાંતિ માટે વિનંતી કરી. ત્યારબાદ બંને દેશો વચ્ચે DGMO સ્તરે વાતચીત થઈ અને સંઘર્ષવિરામ લાગુ કરવામાં આવ્યો. લેફ્ટનન્ટ જનરલ ઘઈએ દાવો કર્યો કે જો પાકિસ્તાને વધુ વિલંબ કર્યો હોત, તો તેના પરિણામો ખૂબ જ વિનાશક હોત અને ઓપરેશન સિંદૂર દરમિયાન 100 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આતંકવાદ સામેની ભારતની નીતિમાં મોટો સૈદ્ધાંતિક ફેરફાર આવ્યો છે: આતંકી હુમલાને ‘યુદ્ધની કાર્યવાહી’ ગણવી અને તેનો નિર્ણાયક જવાબ આપવો, પરમાણુ બ્લેકમેઇલ સામે ઝૂકવું નહીં, અને આતંકવાદીઓ તથા તેમના પ્રાયોજકો વચ્ચે કોઈ ભેદ ન રાખવો.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!