મહાગઠબંધનમાં અંદરોઅંદર જ ટક્કર! ૧૩ બેઠકો પર RJD-કોંગ્રેસ આમને -સામનૈે

બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ છે. જોકે, વિપક્ષી મહાગઠબંધન (INDIA એલાયન્સ)માં સીટ વહેંચણીનો મામલો હજુ સુધી ઉકેલાયો નથી.

 

બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ છે. જોકે, વિપક્ષી મહાગઠબંધન (INDIA એલાયન્સ)માં સીટ વહેંચણીનો મામલો હજુ સુધી ઉકેલાયો નથી. રાજ્યમાં નાની-મોટી નહીં, પરંતુ ૧૩ જેટલી વિધાનસભા બેઠકો એવી છે, જ્યાં મહાગઠબંધનના જુદા જુદા ઘટક દળોના ઉમેદવારો એકબીજાની સામે ચૂંટણી લડવા મેદાનમાં ઊતરી ગયા છે.

આ “અનોખી લડાઈ”માં ક્યાંક CPI અને કોંગ્રેસના ઉમેદવારો આમને-સામને છે, તો ક્યાંક RJD અને કોંગ્રેસના ઉમેદવારો એકબીજાની સામે છે. પૂર્વ મંત્રી મુકેશ સહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) પણ RJD અને CPIના ઉમેદવારો સામે પોતાના દાવેદારોને ઉતારીને આ લડાઈમાં જોડાઈ છે.

જે ૧૩ બેઠકો પર ગઠબંધનના દળો વચ્ચે આંતરિક લડાઈ ચાલી રહી છે, તેમાં કરગહર, બિહાર શરીફ, રાજાપાકડ, બછવાડા, કહલગાંવ, સિકંદરા, વારિસલીગંજ, વૈશાલી, નરકટિયાગંજ, ગૌરા બૌરામ, ચૈનપુર, ઝંઝારપુર અને બાબુબરહી જેવી બેઠકોનો સમાવેશ થાય છે.

સૌથી વધુ સંઘર્ષની સ્થિતિમાં RJD અને કોંગ્રેસ પાંચ બેઠકો પર, જ્યારે RJD અને VIP ત્રણ બેઠકો પર તેમજ CPI અને કોંગ્રેસ ચાર બેઠકો પર સામસામે છે. આંતરિક ટકરાવને કારણે મહાગઠબંધનના વિજયની સંભાવનાઓને અસર પહોંચી શકે છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!