મહારાષ્ટ્રમાં આ કારણે કૉંગ્રેસે એકલા BMCની ચૂંટણી લડવાની ધમકી આપી

મહારાષ્ટ્ર કૉંગ્રેસે BMC જેવી મહત્વપૂર્ણ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એકલા લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મુંબઈના પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપે મંગળવારે સ્પષ્ટ કહ્યું કે, “અમે એવા ગઠબંધનમાં ચૂંટણી લડવા નથી માંગતા,

 

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધન (INDIA એલાયન્સ) વચ્ચે સીટની વહેંચણી યોગ્ય રીતે થઈ શકી નથી, જેના પરિણામે લગભગ અડધો ડઝન બેઠકો પર RJD, કૉંગ્રેસ અને ડાબેરી પક્ષો વચ્ચે ‘ફ્રેન્ડલી ફાઇટ’ થવાના આસાર છે. આ સંઘર્ષની વચ્ચે હવે મહારાષ્ટ્રમાં પણ ગઠબંધન તૂટવાના સંકેતો મળી રહ્યા છે.

મહારાષ્ટ્ર કૉંગ્રેસે BMC જેવી મહત્વપૂર્ણ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એકલા લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મુંબઈના પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપે મંગળવારે સ્પષ્ટ કહ્યું કે, “અમે એવા ગઠબંધનમાં ચૂંટણી લડવા નથી માંગતા, જેમાં રાજ ઠાકરે હોય. જો ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરે સાથે જાય, તો અમે એકલા લડવાનું પસંદ કરીશું.”

જગતાપે જણાવ્યું કે મહારાષ્ટ્ર પ્રભારી રમેશ ચેન્નિથલા સાથેની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જોકે, શિવસેના (UBT)ના નેતા આનંદ દુબેએ ભાઈ જગતાપના નિવેદન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આવો મોટો નિર્ણય રાહુલ ગાંધી, ખડગે કે ઉદ્ધવ ઠાકરે જ લઈ શકે છે. દુબેએ કૉંગ્રેસને પડકાર આપતા કહ્યું કે, “અમને પડકાર ન આપો. અમે શિવસેના છીએ અને ગયા વખતે પણ એકલા લડીને ભાજપને હરાવ્યું હતું. અમે એકલા લડવા પણ તૈયાર છીએ.”

ઉલ્લેખનીય છે કે, ઉદ્ધવ ઠાકરે અને તેમના અલગ થયેલા પિતરાઈ ભાઈ રાજ ઠાકરે વચ્ચે ફરી નિકટતા વધી રહી હોવાની ચર્ચા છે, જેના કારણે કૉંગ્રેસ નારાજ છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!