ભારતે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં કર્યો પ્રવેશ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગુરુવારે નવી મુંબઈમાં રમાયેલી વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને ૫ વિકેટે હરાવી દીધું છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગુરુવારે નવી મુંબઈમાં રમાયેલી વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને ૫ વિકેટે હરાવી દીધું છે. આ શાનદાર વિજય સાથે ભારતીય ટીમે મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમની આ પ્રથમ હાર છે અને આ હાર સાથે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૪૯.૫ ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને વિશાળ ૩૩૮ રન બનાવ્યા હતા. ૩૩૯ રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરતા ભારતે વનડે ક્રિકેટના ઇતિહાસનો સૌથી સફળ રન ચેઝ હાંસલ કર્યો. ભારતે ૪૮.૩ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૩૪૧ રન બનાવી ૯ બોલ બાકી રહેતા આ મુકાબલો પોતાના નામે કર્યો.જેમિમા રોડ્રિગ્સ ૧૩૪ બોલમાં ૧૨૭ રન બનાવીને અણનમ રહી હતી.હરમનપ્રીત કૌર ૮૮ બોલમાં ૮૯ રન બનાવીને આઉટ થઈ હતી.આ બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૫૬ બોલમાં ૧૬૭ રનની શતકીય ભાગીદારી થઈ હતી, જે જીતનો પાયો બની હતી.

શરૂઆતમાં ભારતે શેફાલી (૧૦ રન) અને મંધાના (૨૪ રન)ની વિકેટો પાવરપ્લેમાં ગુમાવી દીધી હતી. જોકે, અંતમાં દીપ્તિ શર્માએ ૧૭ બોલમાં ૨૪ રન અને રિચા ઘોષે ૧૬ બોલમાં ૨૬ રનનું યોગદાન આપી ટીમને જીત તરફ દોરી હતી.

ઓસ્ટ્રેલિયા તરફથી ફોઇબે લિચફિલ્ડે ૧૧૯ રન, એલિસ પેરીએ ૭૭ રન અને એશ્લે ગાર્ડનરે ૬૩ રનની ઇનિંગ્સ રમીને ટીમને ૩૩૮ના વિશાળ સ્કોર સુધી પહોંચાડી હતી, જોકે આ મેચમાં ભારતની ફિલ્ડિંગ ઘણી નબળી રહી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ગાર્થ અને સધરલેન્ડે ૨-૨ વિકેટ લીધી હતી.

હવે ફાઇનલ મુકાબલો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થશે, કારણ કે દક્ષિણ આફ્રિકાએ બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!