ગુજરાત સરકારે 2026ની જાહેર રજાઓ અને મરજિયાત રજાઓનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. સરકારી કર્મચારીઓ, બેંકો અને પંચાયત કચેરીઓ માટેની રજાઓની તારીખો અને અગત્યની નોંધોની સંપૂર્ણ માહિતી અહીં મેળવો.

ગાંધીનગર, શુક્રવાર
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2026 માટેની જાહેર રજાઓનું સત્તાવાર નોટિફિકેશન તારીખ 27 નવેમ્બર 2025ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન પ્રમાણે, રાજ્ય સરકારની કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશનો અને પંચાયત કચેરીઓમાં કુલ 23 દિવસની જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે.
રાજ્ય સરકારની કચેરીઓ માટે 2026માં નીચેની મુખ્ય રજાઓ જાહેર કરવામાં આવી છે. આ રજાઓ તમામ સરકારી કર્મચારીઓને લાગુ પડશે:
| ક્રમ | તહેવારનું નામ | તારીખ | વાર |
| ૧ | મકરસંક્રાંતિ | ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ |
બુધવાર
|
| ૨ | પ્રજાસત્તાક દિન | ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ |
સોમવાર
|
| ૩ | હોળી બીજો દિવસ (ધુળેટી) | ૦૪ માર્ચ, ૨૦૨૬ |
બુધવાર
|
| ૪ | ચેટીચાંદ | ૧૯ માર્ચ, ૨૦૨૬ |
ગુરૂવાર
|
| ૫ | રમજાન ઇદ (ઇદ-ઉલ-ફિત્ર) | ૨૧ માર્ચ, ૨૦૨૬ |
શનિવાર
|
| ૬ | શ્રી રામ નવમી | ૨૬ માર્ચ, ૨૦૨૬ |
ગુરૂવાર
|
| ૭ | મહાવીર જન્મ કલ્યાણક | ૩૧ માર્ચ, ૨૦૨૬ |
મંગળવાર
|
| ૮ | ગુડ ફ્રાઇડે | ૦૩ એપ્રિલ, ૨૦૨૬ |
શુક્રવાર
|
| ૯ | ડૉ.બાબાસાહેબ આંબેડકરનો જન્મદિન | ૧૪ એપ્રિલ, ૨૦૨૬ |
મંગળવાર
|
| ૧૦ | ઇદ-ઉલ-અદહા (બકરી ઇદ) | ૨૭ મે, ૨૦૨૬ |
બુધવાર
|
| ૧૧ | મહોરમ (આશૂરા) | ૨૬ જૂન, ૨૦૨૬ |
શુક્રવાર
|
| ૧૨ | સ્વતંત્ર્ય દિન / પારસી નૂતન વર્ષ | ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ |
શનિવાર
|
| ૧૩ | ઇદ-એ-મિલાદુ-ન્નબી (પયગંબર સાહેબનો જન્મદિન) | ૨૬ ઓગસ્ટ, ૨૦૨૬ |
બુધવાર
|
| ૧૪ | રક્ષાબંધન | ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ |
શુક્રવાર
|
| ૧૫ | જન્માષ્ટમી | ૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ |
શુક્રવાર
|
| ૧૬ | સંવત્સરી (ચતુર્થી પક્ષ) | ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ |
મંગળવાર
|
| ૧૭ | મહાત્મા ગાંધીનો જન્મદિન | ૦૨ ઓક્ટોબર, ૨૦૨૬ |
શુક્રવાર
|
| ૧૮ | દશેરા (વિજયા દશમી) | ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ |
મંગળવાર
|
| ૧૯ | સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન | ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ |
શનિવાર
|
| ૨૦ | વિક્રમ સંવત બેસતું વર્ષ | ૧૦ નવેમ્બર, ૨૦૨૬ |
મંગળવાર
|
| ૨૧ | ભાઇબીજ | ૧૧ નવેમ્બર, ૨૦૨૬ |
બુધવાર
|
| ૨૨ | ગુરુ નાનક જયંતી | ૨૪ નવેમ્બર, ૨૦૨૬ |
મંગળવાર
|
| ૨૩ | નાતાલ | ૨૫ ડિસેમ્બર, ૨૦૨૬ |
શુક્રવાર
|
નોંધ: મહા શિવરાત્રી (15th ફેબ્રુઆરી), શ્રી પરશુરામ જયંતી (19th એપ્રિલ), અને દિવાળી (8th નવેમ્બર) આ ત્રણેય તહેવારો રવિવારે આવતા હોવાથી તેને જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવ્યા નથી.
સરકારી કર્મચારીઓ માટે મરજિયાત રજાઓ
રાજ્ય સરકારના કર્મચારીઓને જાહેર રજાઓ ઉપરાંત મરજિયાત રજાઓનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.
નિયમ: સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી પ્રમાણે, કોઈપણ ધાર્મિક ભેદભાવ વિના, ઉપર દર્શાવેલ મરજિયાત રજાઓની યાદીમાંથી વધુમાં વધુ બે (2) રજાઓ લઈ શકશે.
મહત્વપૂર્ણ: આ 2 દિવસની રજા કર્મચારીઓના કેઝ્યુઅલ લીવ (પરચુરણ રજા) ખાતામાં ઉધારવામાં આવશે નહીં.
મુખ્ય મરજિયાત રજાઓ: ક્રિશ્ચિયન ન્યૂ યર ડે (1st જાન્યુઆરી), વાસી ઉત્તરાયણ (15th જાન્યુઆરી), હોળી (3rd માર્ચ), ગુડી પડવો (19th માર્ચ), હનુમાન જયંતી (2nd એપ્રિલ), બુધ્ધ પૂર્ણિમા (1st મે), રથયાત્રા (16th જુલાઈ), ઓણમ (26th ઑગસ્ટ), ગણેશ ચતુર્થી (14th સપ્ટેમ્બર), ધન તેરસ (7th નવેમ્બર) અને દેવ દિવાળી (24th નવેમ્બર) જેવી કુલ 35 રજાઓ આ યાદીમાં સામેલ છે.
બેંકો માટેની જાહેર રજાઓ
ભારતના ‘Negotiable Instruments Act, 1881’ હેઠળ, ગુજરાત રાજ્યની બેંકો માટે નીચેની મુખ્ય જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે
| ક્રમ | તહેવારનું નામ | તારીખ | વાર |
| ૧ | મકરસંક્રાંતિ | ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ |
બુધવાર
|
| ૨ | પ્રજાસત્તાક દિન | ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ |
સોમવાર
|
| ૩ | હોળી બીજો દિવસ (ધુળેટી) | ૦૪ માર્ચ, ૨૦૨૬ |
બુધવાર
|
| ૪ | રમજાન ઇદ (ઇદ-ઉલ-ફિત્ર) | ૨૧ માર્ચ, ૨૦૨૬ |
શનિવાર
|
| ૫ | શ્રી રામ નવમી | ૨૬ માર્ચ, ૨૦૨૬ |
ગુરૂવાર
|
| ૬ | મહાવીર જન્મ કલ્યાણક | ૩૧ માર્ચ, ૨૦૨૬ |
મંગળવાર
|
| ૭ | ગુડ ફ્રાઇડે | ૦૩ એપ્રિલ, ૨૦૨૬ |
શુક્રવાર
|
| ૮ | ડૉ.બાબાસાહેબ આંબેડકરનો જન્મદિન | ૧૪ એપ્રિલ, ૨૦૨૬ |
મંગળવાર
|
| ૯ | ઇદ-ઉલ-અદહા (બકરી ઇદ) | ૨૭ મે, ૨૦૨૬ |
બુધવાર
|
| ૧૦ | સ્વાતંત્ર્ય દિન | ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ |
શનિવાર
|
| ૧૧ | રક્ષાબંધન | ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ |
શુક્રવાર
|
| ૧૨ | જન્માષ્ટમી | ૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ |
શુક્રવાર
|
| ૧૩ | સંવત્સરી (ચતુર્થી પક્ષ) | ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ |
મંગળવાર
|
| ૧૪ | મહાત્મા ગાંધીનો જન્મદિન | ૦૨ ઓક્ટોબર, ૨૦૨૬ |
શુક્રવાર
|
| ૧૫ | દશેરા (વિજયા દશમી) | ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ |
મંગળવાર
|
| ૧૬ | સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મદિન | ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ |
શનિવાર
|
| ૧૭ | વિક્રમ સંવત બેસતું વર્ષ | ૧૦ નવેમ્બર, ૨૦૨૬ |
મંગળવાર
|
| ૧૮ | નાતાલ | ૨૫ ડિસેમ્બર, ૨૦૨૬ |
શુક્રવાર
|
વાર્ષિક હિસાબ માટેની વિશેષ રજા: ગુજરાત સરકાર દ્વારા બેંકો, પગાર અને હિસાબી કચેરીઓ (Pay & Accounts Office), અને તિજોરી/પેટા તિજોરી કચેરીઓ (Treasury / Sub-Treasury Offices)ને તેમના વાર્ષિક હિસાબો બંધ કરવા માટે 1st એપ્રિલ, 2026 (બુધવાર) ના રોજ વધારાની જાહેર રજા આપવામાં આવી છે.











