X Monetization Rules: હવે ફાલતૂ પોસ્ટથી નહીં થાય કમાણી, Elon Musk એ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે બદલી નાખ્યા નિયમો

Elon Musk એ X (Twitter) પર મોનેટાઇઝેશનના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ક્લિકબેટ અને કોપી કરેલા કન્ટેન્ટથી કમાણી કરવી મુશ્કેલ બનશે. જાણો શું છે નવા નિયમો.

નવી દિલ્હી, મંગળવાર
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અગાઉનું Twitter પરથી કમાણી કરતા યુઝર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એલોન મસ્ક એ પ્લેટફોર્મ પર કન્ટેન્ટની ગુણવત્તા સુધારવા માટે મોનેટાઇઝેશન સિસ્ટમમાં ધરખમ ફેરફારો કર્યા છે. હવે માત્ર વ્યૂઝ મેળવી લેવાથી પૈસા નહીં મળે, પણ તમારા કન્ટેન્ટમાં દમ હોવો પણ એટલો જ જરૂરી છે.

એંગેજમેન્ટ ફાર્મિંગ પર લાગશે લગામ
લાંબા સમયથી X પર એંગેજમેન્ટ ફાર્મિંગની સમસ્યા જોવા મળતી હતી. ઘણા લોકો માત્ર લાઈક્સ અને વ્યૂઝ મેળવવા માટે બીજાના વાયરલ વીડિયો કે લો-ક્વોલિટી કન્ટેન્ટ પોસ્ટ કરતા હતા. એલોન મસ્કના નવા નિર્ણય મુજબ, આવા ક્લિકબેટ કન્ટેન્ટને હવે ડાઉનરેન્ક કરવામાં આવશે. એટલે કે, આવા કન્ટેન્ટને હવે લોકો સુધી ઓછું પહોંચાડવામાં આવશે અને તેનાથી કમાણી પણ ઘટશે.

કંપનીના પ્રોડક્ટ હેડ નિકિતા બિયરે સ્પષ્ટ કર્યું છે કે નવી સિસ્ટમ ખાસ કરીને ઓરિજિનલ ક્રિએટર્સને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવી છે. જે લોકો મહેનત કરીને નવું અને અસલી કન્ટેન્ટ બનાવે છે, તેમને હવે વધુ પ્રાથમિકતા અને યોગ્ય વળતર મળશે.

ઓરિજિનલ કન્ટેન્ટ ક્રિએટર્સને થશે મોટો ફાયદો
X ના નવા રેવન્યુ શેરિંગ પ્રોગ્રામ હેઠળ, કંપની હવે એવા ટૂલ્સનો ઉપયોગ કરી રહી છે જે અસલી ક્રિએટરને ઓળખી શકશે. હવે જો તમે કોઈ બીજાનું કન્ટેન્ટ માત્ર રીપોસ્ટ કરો છો અથવા તેના પર નાની-મોટી કમેન્ટ કરીને શેર કરો છો, તો તેનાથી કમાણી થવાની શક્યતા ઓછી છે.

સૌથી મહત્વનો ફેરફાર એ છે કે, પોસ્ટના રિપ્લાય પર મળતા વ્યૂઝને હવે મોનેટાઇઝેશન ગણતરીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ પગલું રિપ્લાય સેક્શનમાં થતા સ્પેમને રોકવા માટે લેવામાં આવ્યું છે.

કમાણી શરૂ કરવા માટેની નવી શરતો
જો તમે પણ X પરથી કમાણી કરવા માંગો છો, તો તમારે નીચે મુજબની શરતો પૂરી કરવી પડશે:

તમારી પાસે Xનું Premium અથવા Premium Plus સબ્સ્ક્રિપ્શન હોવું ફરજિયાત છે.
તમારા એકાઉન્ટ પર ઓછામાં ઓછા 500 ફોલોઅર્સ હોવા જોઈએ.
છેલ્લા 3 મહિનામાં તમારી પોસ્ટ્સ પર કુલ 5 Million ઓર્ગેનિક ઇમ્પ્રેશન્સ હોવી જરૂરી છે.
કંપનીના જણાવ્યા મુજબ, હોમ ટાઇમલાઇન પર મળતા ઓર્ગેનિક વ્યૂઝ અને વેરિફાઇડ યુઝર્સના એંગેજમેન્ટને વધુ મહત્વ આપવામાં આવશે. જોકે, લોકલ રીજનના વ્યૂઝને વધુ વેઇટેજ આપવાનો એક પ્રસ્તાવ હાલ પૂરતો એલોન મસ્કે અટકાવી દીધો છે.

એલોન મસ્કનો આ નિર્ણય સ્પષ્ટ કરે છે કે હવે X પર માત્ર ભીડ ભેગી કરવાથી કામ નહીં ચાલે. જો તમારે પ્લેટફોર્મ પરથી સારી કમાણી કરવી હોય, તો તમારે ઓરિજિનલ, ક્રિએટિવ અને યુઝર્સને વેલ્યુ આપે તેવું કન્ટેન્ટ બનાવવું પડશે. આ ફેરફારથી પ્લેટફોર્મ પરથી કચરો અને ફાલતૂ પોસ્ટ્સમાં ઘટાડો થશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!