ઉત્તર પ્રદેશના કાનપુરમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો. સાસુએ પોતાના જમાઈ સાથે કોર્ટ મેરેજ કરી લીધા. લગ્ન બાદ વીડિયો વાયરલ કરી લોકો પાસે આશીર્વાદ માંગ્યા.

ઉત્તર પ્રદેશ, સોમવાર
ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાંથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે સમાજમાં સંબંધોની વ્યાખ્યા પર નવી ચર્ચા ઊભી કરી દીધી છે. સામાન્ય રીતે સાસુ અને જમાઈનો સંબંધ ખૂબ જ મર્યાદાવાળો માનવામાં આવે છે, પરંતુ અહીં એક મહિલા પોતાના જ જમાઈના પ્રેમમાં પડી ગઈ. એટલું જ નહીં, બંનેએ કોર્ટમાં જઈને લગ્ન પણ કરી લીધા. આ ઘટના કાનપુર દેહાતના અકબરપુર વિસ્તારની હોવાનું કહેવાય છે. જ્યારથી આ સમાચાર બહાર આવ્યા છે, ત્યારથી સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા પર તેની જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે.
વાયરલ વીડિયોમાં શું છે?
લગ્ન પછી આ કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સાસુ અને જમાઈ લોકોને અપીલ કરી રહ્યા છે કે તેમના આ નવા સંબંધને સ્વીકારવામાં આવે અને તેમને આશીર્વાદ આપવામાં આવે. વીડિયોમાં બંને એકદમ સહજ દેખાઈ રહ્યા છે અને પોતાના આ નિર્ણયને સંપૂર્ણપણે સાચો ગણાવી રહ્યા છે. જોકે, આ વાયરલ વીડિયો ક્યારનો છે અને ક્યાં શૂટ થયો છે, તેની હજુ સુધી કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
લાંબા સમયથી ચાલતો હતો પ્રેમ પ્રસંગ
સ્થાનિક લોકોમાં ચાલતી ચર્ચાઓ પર વિશ્વાસ કરીએ તો, સાસુ અને જમાઈ વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. બંને એકબીજાની ખૂબ નજીક હતા અને આખરે તેમણે સાથે જીવવા-મરવાની કસમો ખાઈ લીધી.
પરિવાર અને સમાજમાં આશ્ચર્ય
આ લગ્નની જાણ થતાં જ પરિવારના સભ્યો અને આસપાસના પાડોશીઓ હેરાન રહી ગયા છે. સામાજિક માન્યતાઓ મુજબ આ સંબંધને લઈને લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો આને બંનેની વ્યક્તિગત પસંદગી અને અંગત જીવનનો મામલો ગણાવી રહ્યા છે. જ્યારે મોટાભાગના લોકો આ સંબંધની આકરી ટીકા કરી રહ્યા છે અને સામાજિક મર્યાદાઓ પર સવાલો ઉઠાવી રહ્યા છે.
પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી
હાલમાં આ સમગ્ર મામલે કોઈ કાનૂની ફરિયાદ કે પોલીસ કાર્યવાહી થઈ હોવાની માહિતી સામે આવી નથી. સ્થાનિક પ્રશાસન કે પોલીસ દ્વારા પણ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આ ઉપરાંત, કોર્ટ મેરેજના દસ્તાવેજો કે લગ્નની ચોક્કસ તારીખ વિશે પણ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
જ્યાર સુધી પોલીસ કે વહીવટીતંત્ર તરફથી કોઈ સત્તાવાર માહિતી ન મળે, ત્યાં સુધી આ મામલો સોશિયલ મીડિયા પર માત્ર વાયરલ વીડિયો અને સ્થાનિક લોકોની ચર્ચાના આધારે જ ટ્રેન્ડ કરી રહ્યો છે. પરંતુ હાલ પૂરતું તો આ ‘સાસુ-જમાઈ’ની જોડીએ ઇન્ટરનેટ પર ભારે હંગામો મચાવી દીધો છે અને લોકો સતત આ વીડિયો શેર કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.











