ગુજરાતમાં 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી

ગુજરાતમાં GAD દ્વારા 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલીના આદેશો કરાયા, જેમાં મહાપાલિકાઓ અને વિવિધ વિભાગોના વડા બદલાયા.

ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા રાજ્યના સચિવાલય અને જિલ્લા મથકોના વહીવટમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યપાલની મંજૂરી બાદ 28 IAS અને 13 GAS કેડરના અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો આખરી કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી વિવિધ મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને નિગમોના વડાઓ બદલાયા છે.

જૂનાગઢ મનપા કમિશનરની ઝડપી બદલી
જૂનાગઢ મહાનગરપાલિકામાં બે મહિના પહેલા જ નિમણૂક પામેલા મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીની અચાનક બદલી કરીને તેમને GIDCના જોઈન્ટ MD બનાવવામાં આવ્યા છે. તેમના કડક વલણ અને ટૂંકા સમયગાળાના કારણે આ બદલી સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની છે. હવે જૂનાગઢના નવા કમિશનર તરીકે આઈ. આર. વાળાની નિમણૂક કરાઈ છે.

મહાનગરપાલિકાઓમાં નવી નિમણૂકો
શહેરી વિકાસ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે કેટલાક નવા ચહેરાઓને તક અપાઈ છે. પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે સુથાર રાજ રમેશચંદ્રની પસંદગી કરાઈ છે, જ્યારે સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્મિત સંતોષ લોઢાને મૂકવામાં આવ્યા છે.

5 જિલ્લાઓને મળ્યા નવા DDO
રાજ્યના પાંચ જિલ્લાઓમાં જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) બદલાયા છે. જેમાં અમરેલીમાં એચ. જે. પ્રજાપતિ, દેવભૂમિ દ્વારકામા કે. પી. જોશી, ગાંધીનગરમાં ડી. કે. બ્રહ્મભટ્ટ, દાહોદમાં હિરેન જીતેન્દ્રભાઈ બારોટ અને ડાંગ-આહવા જિલ્લામાં કે. એસ. ઝાલાને DDO તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ છે.

મહત્વના નિગમોના કમાન્ડર બદલાયા
સરકારી ક્ષેત્રના વિવિધ નિગમો અને સંસ્થાઓમાં પણ નવા નિર્દેશકો મુકાયા છે. ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશનના MD તરીકે એમ. પી. પંડ્યા, રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝ તરીકે બી. કે. જોશી, નાગરિક પુરવઠા નિગમના MD તરીકે સી. બી. ગણાત્રા અને સ્કિલ ડેવલપમેન્ટ ડિરેક્ટર તરીકે પી. બી. રાઠોડની વર્ણી કરવામાં આવી છે.

જંગલેશ્વર તપાસ કમિટી સામે નવો પ્રશ્ન
PGVCLના MD કેતન જોશીની બદલી દેવભૂમિ દ્વારકાના DDO તરીકે થતાં રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનના બિલ અંગે ચાલતી તપાસ પર અસર પડી શકે છે. કેતન જોશી આ તપાસ કમિટીના અધ્યક્ષ હતા, જેથી હવે આ મહત્વપૂર્ણ કમિટીની કમાન કોના હાથમાં સોંપાશે તે અંગે સવાલો ઉભા થયા છે.

13 GAS કેડરના અધિકારીઓને નવી જવાબદારી
રાજ્યની એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS)ના 13 કક્ષાના અધિકારીઓને પણ જુદા જુદા વિભાગોમાં મૂકવામાં આવ્યા છે. જેમાં વી. કે. પટેલને GIDCના ED, વાય. એસ. ચૌધરીને ટૂરિઝમ કોર્પોરેશનના જોઈન્ટ MD, જી. વી. મિયાણીને પંચાયત સેવા પસંદગી બોર્ડના સેક્રેટરી અને એમ. આર. પ્રજાપતિને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.

મહેસૂલ અને મહાનગરપાલિકા સ્તરે ફેરફાર
અન્ય GAS અધિકારીઓમાં ડી. એન. સાતાણીને સિવિલ સપ્લાય્સમાં જોઈન્ટ ડિરેક્ટર, કે. એસ. ડાભીને વલસાડ અને એ. એ. ડોડિયાને અમરેલીના RAC તરીકે નિમણૂક મળી છે. ઉપરાંત પી. સી. દવે અને બી. આર. અહીરને ગાંધીનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સોંપાઈ છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!