મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘એવોર ઈલેક્ટ્રિક EX’ લોન્ચ: ભારતની પ્રથમ સ્વદેશી ઈલેક્ટ્રિક મોટરસાયકલના ફિચર્સ અને કિંમત

ગુજરાતમાં ભારતની પ્રથમ સ્વદેશી ઈલેક્ટ્રિક મોટરસાયકલ ‘એવોર ઈલેક્ટ્રિક EX’ લોન્ચ થઈ છે. તે ₹1.25 લાખની શરૂઆતની કિંમતે ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભારતની પ્રથમ સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ ઈલેક્ટ્રિક મોટરસાયકલ ‘એવોર ઈલેક્ટ્રિક EX’ (Avore Electric EX) લોન્ચ કરવામાં આવી છે. ‘સમર્થ ઈ-મોબિલિટી’ના નેજા હેઠળ તૈયાર થયેલી આ મોટરસાયકલ અત્યાધુનિક ઈન્ટેલિજન્ટ એન્જિનિયરિંગ અને વ્યવહારુતાનું ઉત્તમ ઉદાહરણ છે.

વેરિયન્ટ અને કિંમત

આ મોટરસાયકલ ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે:

  • વેરિયન્ટ્સ: EX 2S, EX 2 અને EX 1.

  • કિંમત: એક્સ-શોરૂમ કિંમત ₹1,24,999 થી શરૂ થાય છે.

  • બુકિંગ: કંપનીની સત્તાવાર વેબસાઇટ પર ₹799 થી બુકિંગ શરૂ કરી શકાય છે. ડિલિવરી 2 મહિના બાદ શરૂ થશે.

પર્ફોર્મન્સ અને બેટરી રેન્જ

  • પાવર અને ટોર્ક: 7.5 kW થી 10.5 kW પાવર અને તમામ વેરિયન્ટમાં 250 Nm પીક વ્હીલ ટોર્ક મળે છે.

  • ટોપ સ્પીડ: EX 2S માટે 114 કિમી/કલાક, જ્યારે EX 2 અને EX 1 માટે 100 કિમી/કલાક.

  • રેન્જ (IDC-પ્રમાણિત):

    • EX 2S: 260 કિમી

    • EX 2: 255 કિમી

    • EX 1: 160 કિમી

  • ચાર્જિંગ: 1500W ઓનબોર્ડ ફાસ્ટ ચાર્જર સાથે આવે છે, જેને ઘરેલુ 5A કે 15A સોકેટમાં ચાર્જ કરી શકાય છે. 20% થી 80% ચાર્જિંગમાં માત્ર 2 કલાક લાગે છે.

સ્માર્ટ ટેકનોલોજી અને ફીચર્સ

  • ઓપરેટિંગ સિસ્ટમ: AVORE SENSE ઓપરેટિંગ સિસ્ટમ અને AI-સંચાલિત સાથી ‘Avore Synapse’ જે રાઈડરને પર્સનલાઇઝ્ડ અનુભવ આપે છે.

  • અન્ય ખાસિયતો: મેન્યુઅલ ગિયર મોડ (Syft), પાર્કિંગ માટે PAM+park સિસ્ટમ, વેલકમ લાઈટ્સ અને Beacon સિગ્નેચર ટેન્ક લાઈટિંગ.

  • સુરક્ષા અને વોરંટી: AIS 156 અને AIS 038 સલામતી ધોરણોનું પાલન કરે છે. બેટરી પર 5-વર્ષ અથવા 60,000 કિમીની વોરંટી મળે છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!