ગુજરાતમાં ભારતની પ્રથમ સ્વદેશી ઈલેક્ટ્રિક મોટરસાયકલ ‘એવોર ઈલેક્ટ્રિક EX’ લોન્ચ થઈ છે. તે ₹1.25 લાખની શરૂઆતની કિંમતે ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભારતની પ્રથમ સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ ઈલેક્ટ્રિક મોટરસાયકલ ‘એવોર ઈલેક્ટ્રિક EX’ (Avore Electric EX) લોન્ચ કરવામાં આવી છે. ‘સમર્થ ઈ-મોબિલિટી’ના નેજા હેઠળ તૈયાર થયેલી આ મોટરસાયકલ અત્યાધુનિક ઈન્ટેલિજન્ટ એન્જિનિયરિંગ અને વ્યવહારુતાનું ઉત્તમ ઉદાહરણ છે.
વેરિયન્ટ અને કિંમત
આ મોટરસાયકલ ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે:
-
વેરિયન્ટ્સ: EX 2S, EX 2 અને EX 1.
-
કિંમત: એક્સ-શોરૂમ કિંમત ₹1,24,999 થી શરૂ થાય છે.
-
બુકિંગ: કંપનીની સત્તાવાર વેબસાઇટ પર ₹799 થી બુકિંગ શરૂ કરી શકાય છે. ડિલિવરી 2 મહિના બાદ શરૂ થશે.
પર્ફોર્મન્સ અને બેટરી રેન્જ
-
પાવર અને ટોર્ક: 7.5 kW થી 10.5 kW પાવર અને તમામ વેરિયન્ટમાં 250 Nm પીક વ્હીલ ટોર્ક મળે છે.
-
ટોપ સ્પીડ: EX 2S માટે 114 કિમી/કલાક, જ્યારે EX 2 અને EX 1 માટે 100 કિમી/કલાક.
-
રેન્જ (IDC-પ્રમાણિત):
-
EX 2S: 260 કિમી
-
EX 2: 255 કિમી
-
EX 1: 160 કિમી
-
-
ચાર્જિંગ: 1500W ઓનબોર્ડ ફાસ્ટ ચાર્જર સાથે આવે છે, જેને ઘરેલુ 5A કે 15A સોકેટમાં ચાર્જ કરી શકાય છે. 20% થી 80% ચાર્જિંગમાં માત્ર 2 કલાક લાગે છે.
સ્માર્ટ ટેકનોલોજી અને ફીચર્સ
-
ઓપરેટિંગ સિસ્ટમ: AVORE SENSE ઓપરેટિંગ સિસ્ટમ અને AI-સંચાલિત સાથી ‘Avore Synapse’ જે રાઈડરને પર્સનલાઇઝ્ડ અનુભવ આપે છે.
-
અન્ય ખાસિયતો: મેન્યુઅલ ગિયર મોડ (Syft), પાર્કિંગ માટે PAM+park સિસ્ટમ, વેલકમ લાઈટ્સ અને Beacon સિગ્નેચર ટેન્ક લાઈટિંગ.
-
સુરક્ષા અને વોરંટી: AIS 156 અને AIS 038 સલામતી ધોરણોનું પાલન કરે છે. બેટરી પર 5-વર્ષ અથવા 60,000 કિમીની વોરંટી મળે છે.











