નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’માં સાઈ પલ્લવી સાથે સીતાજીની બહેનો ઉર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિની ભૂમિકા ભજવતી અભિનેત્રીઓ વિશે જાણો.

દિગ્દર્શક નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’ પોતાની ભવ્ય કાસ્ટના કારણે સતત હેડલાઈન્સમાં બનેલી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા અને દક્ષિણના સુપરસ્ટાર યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. જોકે, ફિલ્મમાં માતા સીતાની ત્રણ બહેનો એટલે કે ઉર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિના પાત્રો કોણ ભજવશે તેને લઈને મોટો ખુલાસો થયો છે.
લક્ષ્મણજીના પત્ની ઉર્મિલાના રોલમાં સોનિયા બલાની
ફિલ્મમાં લક્ષ્મણજીની પત્ની અને માતા સીતાની નાની બહેન ઉર્મિલાનો મહત્વપૂર્ણ રોલ ચર્ચિત અભિનેત્રી સોનિયા બલાની ભજવી રહી છે. ‘ધી કેરળ સ્ટોરી’ જેવી હિટ ફિલ્મથી ઘર-ઘરમાં જાણીતી બનેલી સોનિયા બલાની પોતાના અભિનય કૌશલ્યથી આ પૌરાણિક પાત્રમાં નવો પ્રાણ પૂરે તેવી ફેન્સને પૂરી અપેક્ષા છે. ફિલ્મમાં લક્ષ્મણજીની ભૂમિકા રવિ દુબે ભજવી રહ્યા છે.

માધવી અને શ્રુતકીર્તિની ભૂમિકામાં આ ચહેરા
ભરતજીના પત્ની માંધવીના રોલમાં આસામી મોડેલ અને ટેલિવિઝન અભિનેત્રી સુરભિ દાસ નજરે પડશે, જેણે ‘નિમા ડેન્ઝોન્ગ્પા’ સિરિયલથી જાણીતી ઓળખ મેળવી છે. જ્યારે શત્રુઘ્નજીના પત્ની શ્રુતકીર્તિનો અભિનેય ઉભરતી એક્ટ્રેસ રિયા કપૂર દ્વારા કરવામાં આવ્યો છે. આ ત્રણેય એક્ટ્રેસીસ પોતાની ખૂબસૂરતી અને ટેલેન્ટથી સાઈ પલ્લવી સાથે સ્ક્રિન શેર કરતી જોવા મળશે.

સિનેમાઘરોમાં રિલીઝની આતુરતા
રણબીર કપૂરની ‘રામાયણ’ બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં સની દેઓલ ભગવાન હનુમાનજીના રોલમાં જોવા મળશે. વિશાળ બજેટ અને તારાઓની ફોજ સાથે બની રહેલી આ પૌરાણિક ફિલ્મ બોલીવુડના ઇતિહાસની સૌથી મોટી ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહી છે, જેને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.











