સુભાષબ્રિજ ગાર્ડનથી શિલાલેખ તરફ જતો સાબરમતી રિવરફ્રન્ટ ફરીથી શરૂ કરાયો

અમદાવાદમાં બંધ કરાયેલો સાબરમતી રિવરફ્રન્ટ રોડ હવે વાહનવ્યવહાર માટે ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે, જેનાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે.

અમદાવાદના નાગરિકો અને વાહનચાલકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહતદાયક સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની ઋતુ અને પાણીની સપાટી વધતા અગાઉ બંધ કરવામાં આવેલો પ્રખ્યાત સાબરમતી રિવરફ્રન્ટ રોડ (Sabarmati Riverfront Road) હવે ફરી એકવાર સામાન્ય વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સુભાષબ્રિજ ગાર્ડનથી શિલાલેખ તરફ જતો સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વ કાંઠાનો રોડ હંગામી ધોરણે વાહનો માટે તાત્કાલિક શરૂ કરવામાં આવ્યો છે. SRFDCLનો મહત્વનો નિર્ણય.

રિવરફ્રન્ટ રોડ શરૂ થવાની મુખ્ય વિગતો

  • વાહનવ્યવહાર પૂર્વવત: રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને તરફના રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા ફરીથી શરૂ કરી દેવામાં આવી છે, જેના કારણે રોજબરોજ અપડાઉન કરતા નોકરિયાતો અને વાહનચાલકોનો સમય બચશે.

  • ટ્રાફિકજામમાંથી મુક્તિ: રિવરફ્રન્ટ રોડ બંધ હોવાના કારણે શહેરના અન્ય મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિકનું ભારણ વધી ગયું હતું, જે હવે આ રસ્તા શરૂ થવાથી હળવું થશે.

  • સુરક્ષા અને વ્યવસ્થા: તંત્ર દ્વારા સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને વાહનચાલકોને નિયમોનું પાલન કરીને વાહન ચલાવવા અપીલ કરાઈ છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!