હોર્મુઝ સ્ટ્રેટ પર અમારું નિયંત્રણ, ઈરાન હવે દાદાગીરી નહીં કરે: ડોનાલ્ડ ટ્રમ્પ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર દાવો કર્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ છે અને ઈરાન હવે મધ્ય પૂર્વમાં પ્રભાવશાળી રહ્યું નથી.

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આક્રમક નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ શેર કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ સ્ટ્રેટ (Strait of Hormuz) પર અમેરિકાનું સંપૂર્ણ વર્ચસ્વ છે અને તે આ જળમાર્ગ પર પોતાનો અંકુશ જાળવી રાખશે.

ટ્રમ્પના નિવેદનની મુખ્ય વાતો

  • હોર્મુઝ સ્ટ્રેટ પર વર્ચસ્વ:
    ટ્રમ્પે લખ્યું કે, હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું પૂર્ણ નિયંત્રણ છે અને અમે તેને અમારી પાસે જ રાખીશું.” તેમણે અમેરિકી નૌકાદળ દ્વારા કરવામાં આવેલી નાકાબંધીને ‘સ્ટોલની દીવાલ’ (Wall of Steel) ગણાવીને ઈરાનને પડકાર ફેંક્યો છે.

  • ઈરાન પર સીધો હુમલો:
    ટ્રમ્પે આકરા શબ્દોમાં કહ્યું કે ઈરાન હવે મધ્ય પૂર્વનું ‘બુલી’ (દાદા) રહ્યું નથી. તેમણે પોતાની પોસ્ટના અંતે આ પરિસ્થિતિ માટે ઈશ્વરનો આભાર (અલ્લાહનો શુક્ર) માનતા ઈરાનની વર્તમાન સ્થિતિ પર કટાક્ષ કર્યો હતો.

  • વૈશ્વિક સુરક્ષા પર અસર:
    હોરમુઝ સ્ટ્રેટ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ તેલ પુરવઠાનો માર્ગ છે. ટ્રમ્પના આ નિવેદન અને અમેરિકી સૈન્યની હાજરીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની સુરક્ષા અને વૈશ્વિક શિપિંગ માર્કેટને લઈને ચિંતા વધી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!