પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા કેસ: સંસદમાં તપાસ સમિતિની રિપોર્ટ રજૂ, આરોપો સાબિત!

અલાહાબાદ હાઈ કોર્ટના પૂર્વ જસ્ટિસ યશવંત વર્માના કેસમાં લોકસભાની તપાસ સમિતિએ રિપોર્ટ સંસદમાં રજૂ કરી છે, જેમાં તેમના પર લાગેલા તમામ આરોપો સાબિત થયા હોવાનું જણાવાયું છે.

અલાહાબાદ હાઈ કોર્ટના પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા સાથે જોડાયેલા ચર્ચિત કેસમાં સંસદમાં રિપોર્ટ રજૂ કરવામાં આવી છે. લોકસભાના અધ્યક્ષ દ્વારા રચવામાં આવેલી વિશેષ તપાસ સમિતિએ પૂર્વ જસ્ટિસ વિરુદ્ધના તમામ મુખ્ય આરોપોને સત્તાવાર રીતે સાચા અને સિદ્ધ ઠેરવ્યા છે. નવી દિલ્હી સ્થિત સરકારી નિવાસસ્થાનેથી મળી આવેલી અણધારી અને બેહિસાબી રોકડ રકમ તેમજ ત્યારબાદ સાક્ષીઓ અને પુરાવાઓની સ્થિતિને લઈને સમિતિએ ગંભીર નોંધ લીધી છે.

સમિતિ દ્વારા તપાસમાં બહાર આવેલી મુખ્ય બાબતો
સરકારી આવાસમાંથી મળી આવેલી રોકડ: દિલ્હી સ્થિત નિવાસસ્થાને લાગેલી આગ અને ત્યારબાદ તપાસ દરમિયાન સ્ટોરરૂમમાંથી ૫૦૦ રૂપિયાની ચલણી નોટોના બંડલ તથા અજ્ઞાત જથ્થો મળી આવ્યો હતો. આ રકમ ત્યાં ક્યાંથી આવી અને તેનો માલિક કોણ છે તે અંગે સંતોષકારક ખુલાસો આપવામાં નિષ્ફળતા મળી છે.

સાક્ષીઓ અને પુરાવાઓ સાથે છેડછાડ:
તપાસ સમિતિના અહેવાલ મુજબ, કાયદેસરની સીલિંગ કે સત્તાવાર નિરીક્ષણ થાય તે પહેલા જ સ્ટોરરૂમની મૂળ સ્થિતિ બદલી નાખવામાં આવી હતી અને મહત્વના પુરાવાઓ સુરક્ષિત રાખવામાં આવ્યા ન હતા.સ્પષ્ટતાનો અભાવ: પૂર્વ જસ્ટિસ દ્વારા રજૂ કરવામાં આવેલા જવાબો અને પ્રતિક્રિયાઓને સમિતિએ ટાળી શકાય તેવી, અસંતોષકારક તેમજ પારદર્શિતાના અભાવવાળી ગણાવી હતી.

આ મામલે અગાઉ પૂર્વ જસ્ટિસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ સંસદમાં રિપોર્ટ રજૂ થવાથી આ પ્રકરણ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!