દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ કેસ: UN ની રિપોર્ટમાં મોટો ખુલાસો, હુમલા પાછળ અલ-કાયદાનો હાથ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે નવેમ્બર 2025માં દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ, જેમાં 11 લોકોના મોત થયા હતા, તેની પાછળ અલ-કાયદા (AQIS) નો હાથ હતો.

નવેમ્બર ૨૦૨૫ માં દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ગંભીર બોમ્બ વિસ્ફોટ અંગે એક મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની દેખરેખ ટીમના અહેવાલ મુજબ, આ આતંકવાદી હુમલા પાછળ વૈશ્વિક આતંકવાદી સંગઠન અલ-કાયદાનો હાથ હતો. સંયુક્ત રાષ્ટ્રના આ સત્તાવાર અહેવાલમાં જણાવાયું છે કે આ હુમલો ‘અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ’ (AQIS) દ્વારા કરવામાં આવ્યો હતો, જે અલ-કાયદાની પ્રાદેશિક શાખા છે. આ હુમલાના કારણે સમગ્ર દિલ્હી હચમચી ગયું હતું અને દુર્ભાગ્યવશ ૧૧ નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટની મુખ્ય બાબતો

  • ખતરાની ઘંટડી:
    વિશ્લેષણાત્મક સમર્થન અને પ્રતિબંધો દેખરેખ ટીમ દ્વારા બહાર પાડવામાં આવેલા આ અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે આ આતંકવાદી જૂથ દક્ષિણ એશિયામાં ઝડપથી પોતાનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે અને ક્ષેત્ર માટે ગંભીર સુરક્ષા પડકાર ઉભો કરી રહ્યો છે.

  • કાર્ય કરવાની આધુનિક પદ્ધતિ:
    રિપોર્ટ અનુસાર, AQIS હવે છૂટાછવાયા જૂથોને બદલે એક મજબૂત પ્રાદેશિક આતંકવાદી નેટવર્ક તરીકે વિકસિત થયું છે. સુરક્ષા એજન્સીઓની પકડમાંથી બચવા માટે આ સંગઠન મોટા એકમોને બદલે નાના અને ગુપ્ત ‘સેલ’ (કોષો) દ્વારા કામ કરે છે, જેને ટ્રેક કરવા અત્યંત મુશ્કેલ બને છે.

  • બાંગ્લાદેશમાં વિસ્તરણનું કાવતરું:
    અહેવાલમાં ખુલાસો થયો છે કે AQIS દક્ષિણપૂર્વ અફઘાનિસ્તાનમાં સક્રિય હોવાની સાથે-સાથે હવે બાંગ્લાદેશમાં પણ પોતાની હાજરી વધારી રહ્યું છે. નવા ઓપરેશનલ સેલ સ્થાપવા માટે ઘૂસણખોરીના પ્રયાસો થઈ રહ્યા છે, જેને લઈને ભારતે અગાઉથી જ બાંગ્લાદેશી તંત્રને સચેત કરી દીધું છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!