અમદાવાદ: AMC નો મોટો નિર્ણય, હોલ બુકિંગ માટે કંકોત્રી રજૂ કરવાની પ્રથા બંધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ હોલ અને પાર્ટી પ્લોટ બુકિંગ માટે કંકોત્રી આપવાની અનિવાર્ય પ્રથા બંધ કરી દીધી છે અને હવે માત્ર આધાર કાર્ડથી જ બુકિંગ થઈ શકશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્ટેન્ડિંગ કમિટીની સાપ્તાહિક બેઠકમાં શહેરના વિવિધ વિકાસકામો અને નાગરિક સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ દ્વારા બેઠક બાદ મહાનગરપાલિકાને લગતા મુખ્ય મુદ્દાઓની માહિતી આપવામાં આવી હતી. જેમાં નાગરિકોની સુવિધા માટે હોલ બુકિંગના નિયમોને વધુ સરળ બનાવવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

હોલ બુકિંગ નિયમો થયા સરળ

  • કંકોત્રી રજૂ કરવાની પ્રથા બંધ: કોર્પોરેશનના હોલ અને પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગના બુકિંગ વખતે અત્યાર સુધી વર-વધૂ અને તેમના માતા-પિતાના ઓળખપત્ર ઉપરાંત લગ્નની કંકોત્રી રજૂ કરવી ફરજિયાત હતી. જેના કારણે અગાઉથી બુકિંગ કરાવતા પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ બાબતને ધ્યાને લઈને આજની બેઠકમાં કંકોત્રી માંગવાની પ્રથા સદંતર બંધ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • માત્ર આધાર કાર્ડ પૂરતું રહેશે: હવેથી નાગરિકો સરળતાથી બુકિંગ કરાવી શકે તે માટે માત્ર વર-વધૂ તથા તેમના માતા-પિતાના આધાર કાર્ડ જેવા માન્ય ઓળખકાર્ડના આધારે જ હોલનું બુકિંગ કરી આપવામાં આવશે. તંત્રના આ નિર્ણયથી સામાન્ય જનતાને મોટી રાહત મળશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!