CJP વિરોધ પ્રદર્શન: સ્થાપક અભિજીત દીપકની દિલ્હી એરપોર્ટ પરથી અટકાયત

દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન પહેલા જ દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે

દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન પહેલા જ દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. CJP ના સ્થાપક અભિજીત દીપક મુંબઈથી ફ્લાઇટ મારફતે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા કે તરત જ પહેલેથી તહેનાત પોલીસ ટીમે તેમની અટકાયત કરી લીધી છે. દિલ્હી પોલીસ તરફથી આ વિરોધ પ્રદર્શન માટે કોઈ સત્તાવાર પરવાનગી આપવામાં આવી ન હતી, છતાં પાર્ટી પ્રદર્શન કરવા પર અડગ હતી.

એરપોર્ટ પરથી અટકાયત

અભિજીત દીપક દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા ત્યારે પોલીસની ટીમ ત્યાં પહેલેથી જ હાજર હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આખરે તેમની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત બાદ તરત જ અભિજીત દીપકે સ્પષ્ટ શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “અમારા તમામ કાર્યકરો અને સાથીદારોની અટકાયત કરવામાં આવી છે, પરંતુ હું આનાથી ડરવાનો નથી.” ફ્લાઇટમાંથી પણ તેમનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પીછેહઠ કરવાના મૂડમાં નથી.

૧૫૦થી વધુ કાર્યકરો કસ્ટડીમાં

જંતર-મંતર પર કોઈપણ પ્રકારનો જમાવડો કે હોબાળો ન થાય તે માટે દિલ્હી પોલીસે સવારથી જ કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. અભિજીત દીપકની અટકાયત પહેલા જ પોલીસે વિરોધ પ્રદર્શન માટે એકઠા થઈ રહેલા CJP ના ૧૫૦ થી વધુ કાર્યકરો અને સમર્થકોની અટકાયત કરી લીધી છે.

સરકાર પર આકરા પ્રહાર

દિલ્હી આવતા પહેલા અભિજીત દીપકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર સીધા પ્રહાર કર્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં દાવો કર્યો હતો કે, “અમારું વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ સરકારે હાર સ્વીકારી લીધી છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિરોધકારો પર આટલી ભારે કાર્યવાહી કરવી અને દિલ્હીમાં બંધ જેવો માહોલ ઊભો કરવો એ કોઈ તાકાતની નિશાની નથી, પરંતુ પોતાના જ લોકોથી ડરતા નેતાની નિશાની છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!