:કેનેડાના ટોરોન્ટો વિસ્તારમાં 4થી 7 ઓક્ટોબર દરમિયાન નવરંગ નવરાત્રિ મહોત્સવ 2026 યોજાયો હતો. અતુલ પુરોહિત, ઋત્વિ પંડ્યા અને આદિત્ય ગઢવીની રજૂઆતથી ગુજરાતી ગરબા અને લોકસંગીતનો માહોલ જામ્યો હતો. કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ, ભક્તિ અને સામૂહિક એકતાની ઝલક જોવા મળી.

કેનેડામાં ભારતીય સંસ્કૃતિ, ગુજરાતી પરંપરા અને માતાજીની ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો. ડાયવર્સિટી કલ્ચરલ એસોસિએશન (Diversity Cultural Association) અને કેનેડિયન વૈદિક સેન્ટર (Canadian Vedic Center) દ્વારા 4થી 7 ઓક્ટોબર દરમિયાન ટોરોન્ટો વિસ્તારમાં ‘નવરંગ નવરાત્રિ મહોત્સવ 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. ચાર દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં ગુજરાતી સંગીત, પરંપરાગત રાસ-ગરબા અને ભક્તિગીતોએ વિદેશમાં વસતા ભારતીયોમાં ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો. અતુલ પુરોહિત, ઋત્વિ પંડ્યા અને આદિત્ય ગઢવી જેવા જાણીતા કલાકારોએ પોતાની રજૂઆતથી ખેલૈયાઓને ગરબાના રંગે રંગ્યા હતા.
અતુલ પુરોહિતના ગરબાના તાલે ઝૂમ્યા ખેલૈયાઓ
મહોત્સવના પ્રથમ બે દિવસ, 4 અને 5 ઓક્ટોબરે, ગુજરાતના જાણીતા ગરબા ગાયક અતુલ પુરોહિતે રજૂઆત કરી હતી. તેમના લોકપ્રિય પરંપરાગત ગરબા અને ભક્તિગીતોએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગુજરાતી સંસ્કૃતિથી દૂર કેનેડામાં વસતા ગુજરાતી પરિવારો માટે આ કાર્યક્રમ પોતાની પરંપરા સાથે જોડાવાની ખાસ તક બન્યો હતો
ગરબા ક્વીન ઋત્વિ પંડ્યાએ જમાવ્યો રંગ
6 ઓક્ટોબરે ગરબા ગાયિકા ઋત્વિ પંડ્યાએ પોતાની ઉત્સાહભરી રજૂઆતથી મહોત્સવમાં રંગ જમાવ્યો હતો. તેમના ગીતો પર ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. સંગીત અને નૃત્યના માધ્યમથી ગુજરાતી લોકસંસ્કૃતિની ઝલક વિદેશી ધરતી પર જોવા મળી હતી.
આદિત્ય ગઢવીના લોકસંગીત સાથે મહોત્સવનું સમાપન
7 ઓક્ટોબરે મહોત્સવના અંતિમ દિવસે લોકપ્રિય ગુજરાતી લોકગાયક આદિત્ય ગઢવીએ પોતાની રજૂઆત આપી હતી. તેમના લોકગીતો અને ગરબાએ કાર્યક્રમમાં હાજર શ્રોતાઓમાં ઉત્સાહ વધાર્યો હતો. ચાર દિવસીય મહોત્સવનું સમાપન સંગીત, ભક્તિ અને ગુજરાતી સંસ્કૃતિના માહોલમાં થયું હતું.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પાઠવી નવરાત્રિની શુભેચ્છા
આ મહોત્સવના સંદર્ભમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીનું નવરાત્રિ અંગેનું શુભેચ્છા સંદેશ પણ ચર્ચામાં આવ્યું હતું. સંદેશમાં નવરાત્રિને ભક્તિ, આનંદ અને સમુદાયને જોડતો તહેવાર ગણાવવામાં આવ્યો હતો. તેમાં પરિવાર, મિત્રો અને વિવિધ પેઢીના લોકો સાથે મળીને ઉજવણી કરે છે તે બાબતને ભારતીય સંસ્કૃતિની વિશેષતા તરીકે રજૂ કરવામાં આવી હતી.
સંદેશમાં કેનેડાની સાંસ્કૃતિક વિવિધતાને તેની તાકાત ગણાવીને વિવિધ સમુદાયો વચ્ચે પરસ્પર સન્માન અને એકતાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વિદેશમાં ગુજરાતી સંસ્કૃતિનું પ્રતિબિંબ
નવરંગ નવરાત્રિ મહોત્સવ જેવા કાર્યક્રમો વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયને પોતાની ભાષા, સંગીત અને પરંપરા સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગરબા માત્ર નૃત્ય નથી, પરંતુ ગુજરાતી સમાજ માટે ભક્તિ, સામૂહિક એકતા અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક પણ છે. કેનેડામાં યોજાયેલા આ મહોત્સવે ગુજરાતી લોકસંગીત અને નવરાત્રિની પરંપરાને આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરવાની તક પૂરી પાડી.અશ્વિનભાઇની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હત










