Tiger Shroff Firing: સુરતથી ભાગેલા શૂટર્સ કોટાથી ઝડપાયા

મુંબઈમાં થયેલા Tiger Shroff Firing કેસમાં મોટો ખુલાસો. જુહુમાં ગોળીબાર કર્યા બાદ સુરત રેલવે સ્ટેશનથી ભાગેલા શૂટર્સની રાજસ્થાનના કોટાથી ધરપકડ કરવામાં આવી છે.

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર મુંબઈના જુહુ વિસ્તારમાં થયેલા જાનલેવા હુમલા કેસમાં મોટા ખુલાસા થયા છે. આ Tiger Shroff Firing કેસમાં હુમલો કર્યા બાદ ફરાર થયેલા શૂટર્સના સુરત રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ સામે આવ્યા છે. પોલીસથી બચવા માટે ત્રણેય આરોપીઓ પ્લેટફોર્મ પર દોડીને ચાલતી ટ્રેનમાં ચઢતા જોવા મળે છે.

હુમલા બાદ આરોપીઓ બાઈક પર ફરાર

રવિવારે રાત્રે જુહુની એક ફૂટબોલ ક્લબ બહાર આ સનસનાટીભર્યો મામલો બન્યો હતો. હુમલાખોરોએ અચાનક એક્ટરની કાર પર આડેધડ ગોળીબાર શરૂ કર્યો હતો. આ Tiger Shroff Firing ઘટનામાં સદનસીબે ટાઇગર શ્રોફનો આબાદ બચાવ થયો છે, પરંતુ તેનો ડ્રાઇવર અને નજીક ઉભેલો એક રિક્ષાચાલક ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલા બાદ આરોપીઓ બાઈક પર ફરાર થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, શૂટર્સ મુંબઈથી ભાગવા માટે મહારાષ્ટ્ર પાસિંગની ટેક્સી દ્વારા સડક માર્ગે સુરત પહોંચ્યા હતા. સામે આવેલા ફૂટેજ મુજબ, રાત્રે 1:31 વાગ્યે સુરત સ્ટેશનના એક્ઝિટ ગેટથી પ્રવેશીને ભાગદોડ મચાવી તેઓ ચાલતી ટ્રેનના જનરલ કોચમાં ચઢી ગયા હતા.

શૂટર્સને માત્ર 50,000 રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા હતા

પોલીસ તપાસમાં એક મોટો ખુલાસો એ પણ થયો છે કે આ ખતરનાક કાવતરાને અંજામ આપવા માટે શૂટર્સને માત્ર 50,000 રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા હતા. ગુનો કર્યા બાદ તેઓએ પોતાની બાઇક અંધેરી વેસ્ટ સ્ટેશન પાસે લાવારિસ છોડી દીધી હતી અને લોકલ ટ્રેન પકડી હતી. જોકે, પોલીસની સઘન તપાસ અને કાર્યવાહીના પરિણામે રાજસ્થાનના કોટાથી પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી આ આરોપીઓની સફળતાપૂર્વક ધરપકડ કરી લેવામાં આવી છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!