ગાંધીનગરના રૂપાલમાં મા વરદાયિનીની પલ્લી મહોત્સવ ,ભક્તો દ્વારા કરાશે ઘીથી માતાજીનો અભિષેક

ગાંધીનગરના રૂપાલમાં આજે મધ્યરાત્રીએ ભવ્ય Rupal Palli નીકળશે. મા વરદાયિનીના રથ પર લાખો મણ શુદ્ધ ઘીનો અભિષેક કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. જાણો તેનો ઇતિહાસ.

શારદીય નવરાત્રીની આસો સુદ નોમ નિમિત્તે ગાંધીનગરના રૂપાલમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. સમગ્ર વાતાવરણ માતાજીના જયઘોષથી ભક્તિમય બની ગયું છે. આજે 19 ઓક્ટોબર 2026ની મધ્યરાત્રીએ મા વરદાયિનીની વિશ્વવિખ્યાત Rupal Palli નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 6 વાગ્યાથી જ દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ અહીં પહોંચવાની શરૂઆત કરી ચૂક્યા છે. રાત્રે 12 વાગ્યે માતાજીનો રથ નીકળશે, જેના પર લાખો મણ શુદ્ધ ઘીનો અભિષેક કરીને ભક્તો ધન્યતા અનુભવશે. ભક્તો દ્વારા ચડાવવામાં આવતું ઘી એકત્ર કરવા માટે ગામમાં ટ્રેક્ટરો પણ સજ્જ કરી દેવામાં આવ્યા છે.

જગદીશ વિશ્વકર્મા પણ રૂપાલ પહોંચ્યા

આ ધાર્મિક મહોત્સવમાં ભાગ લેવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ રૂપાલ પહોંચ્યા હતા. તેમણે મા વરદાયિની મંદિરમાં દર્શન કરી, માતાજીની ભક્તિભાવપૂર્વક આરતી અને પૂજા-અર્ચના કરી હતી. દર વર્ષે નવરાત્રીની નવમીની રાત્રે નીકળતી આ ઐતિહાસિક Rupal Palli પરંપરા સાથે મહાભારત અને રામાયણ કાળની અનેક પૌરાણિક માન્યતાઓ જોડાયેલી છે. એવી માન્યતા છે કે મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ પાંડવો અને દ્રૌપદીએ અહીં પાંચ જ્યોતવાળી સોનાની પલ્લી બનાવીને માતાની આરાધના કરી હતી.

અતૂટ આસ્થાનું કેન્દ્ર

પાંડવોના સમયથી શરૂ થયેલી આ પરંપરા આજે પણ યુગોથી અવિરત ચાલી આવે છે અને વિશ્વભરના ભક્તો માટે તે અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. કથા અનુસાર જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં જઈ રહ્યા હતા, ત્યારે તેઓ રૌપ્યપુરીમાં મા વરદાયિનીના દર્શને આવ્યા હતા. માતાજીની આજ્ઞાથી તેમણે પોતાના અસ્ત્ર-શસ્ત્ર વરખડા (ખીજડા)ના વૃક્ષમાં ગુપ્ત રીતે છુપાવ્યા હતા. એટલું જ નહીં, માતાજીએ અર્જુનને મહાભારત યુદ્ધમાં વિજય માટે એક દિવ્ય તીર પણ આપ્યું હતું. આ ઉપરાંત, રામાયણ કાળમાં ત્રેતાયુગમાં ભગવાન રામને પણ મા વરદાયિનીએ અમોઘ દિવ્ય બાણ આપ્યું હતું, જેના ઉપયોગથી રાવણની નાભિમાં રહેલા અમૃતને સૂકવીને તેનો વધ શક્ય બન્યો હતો. આજે રાત્રે આ જ પૌરાણિક મહાત્મ્ય ધરાવતા સ્થાન પર આસ્થાનો મહાસાગર છલકાશે અને માતાજીના રથ પર શ્રદ્ધાના પ્રતીક સમાન શુદ્ધ ઘીની નદીઓ વહેશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!