દિલ્હીના સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM)એ સીજેપીના પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

દિલ્હીના સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM)એ સીજેપીના પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. બંનેને જામીન આપવાની અરજી મંજૂર થયા બાદ તેમની મુક્તિનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.આ પહેલાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે બંનેની ન્યાયિક કસ્ટડી વધુ ત્રણ દિવસ લંબાવવાની માંગ કરી હતી. જોકે, સીજેપી તરફથી બંને માટે જામીન અરજી કરવામાં આવી હતી, જેને કોર્ટે મંજૂરી આપી હતી.
13 ઓક્ટોબરે જંતર-મંતર પરથી અટકાયત
મળતી માહિતી મુજબ, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની 13 ઓક્ટોબરે દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. બંને જંતર-મંતર ખાતે બેરિકેડ લગાવેલા સ્થળના ગેટ પર ચઢ્યા હોવાનો આરોપ છે. આ ઘટનાને પગલે પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી.
દિલ્હી હાઈકોર્ટમાં પણ પડકાર્યો હતો આદેશ
આ મામલે સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની 19 ઓક્ટોબરની કાર્યવાહી સામે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે સીજેપીના બંને સભ્યોને આકરો ઠપકો આપ્યો હતો. ત્યારબાદ અરજીમાં કેટલીક ખામીઓ હોવાને કારણે બંનેએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.હવે સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવતા બંનેને મુક્ત કરવાનો માર્ગ મોકળો થયો છે.











