ભારતીય સિનેમાની સૌથી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ: ભાગ 1’ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ભવ્ય પૌરાણિક ફિલ્મને ટેક્સ-ફ્રી જાહેર કરવામાં આવી છે

બોલિવૂડ અને ભારતીય સિનેમાની સૌથી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ: ભાગ 1’ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ભવ્ય પૌરાણિક ફિલ્મને ટેક્સ-ફ્રી જાહેર કરવામાં આવી છે. Ramayan Tax Freeની જાહેરાત પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને ભાજપના સુવેન્દુ અધિકારીએ એક કાર્યક્રમ દરમિયાન કરી હતી.
₹4,000 કરોડના વિશાળ બજેટમાં આકાર પામેલી આ હાઈ-બજેટ VFX વન્ડરને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Ramayan Tax Freeની જાહેરાત કોલકાતાના સેન્ટ્રલ પાર્કમાં આયોજિત દશેરા કાર્યક્રમમાં કરવામાં આવી હતી, જ્યાં ફિલ્મના લીડ એક્ટર્સ રણબીર કપૂર અને સાઉથ સુપરસ્ટાર યશ પણ હાજર રહ્યા હતા.
સુવેન્દુ અધિકારીએ ANI સાથે વાત કરતા કહ્યું કે, “પશ્ચિમ બંગાળમાં ‘રામાયણ’ને ટેક્સ-ફ્રી કરવામાં આવશે. જે રીતે અગાઉ ‘ધ કેરલા સ્ટોરી’, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ બંગાળ ફાઇલ્સ’ને કરમુક્ત કરાઈ હતી, તે જ રીતે સનાતન સંસ્કૃતિ અને પૌરાણિક કથા પર આધારિત આ ફિલ્મને પણ ટેક્સ-ફ્રી કરવામાં આવશે.” તેમણે ઉમેર્યું કે ભવિષ્યમાં ભગવાન શ્રીકૃષ્ણ, મહાભારત અને અર્જુન જેવા પાત્રો પર આધારિત પ્રોજેક્ટ્સની પણ અપેક્ષા રાખી શકાય.
ફિલ્મ એડવાન્સ બુકિંગમાં નવા રેકોર્ડ સર્જી રહી છે. 5 નવેમ્બર 2026ના પ્રથમ દિવસ માટે અત્યાર સુધીમાં ₹1.53 કરોડની ટિકિટો બુક થઈ ચૂકી છે. બ્લોક બુકિંગ સિવાય ₹63.32 લાખનો આંકડો પાર થયો છે. મહારાષ્ટ્ર ₹57.09 લાખ સાથે ટોચ પર છે, ત્યારબાદ ગુજરાત ₹17.87 લાખ અને દિલ્હી ₹15.10 લાખ સાથે આવે છે. ટોચના 10 રાજ્યોનો ફાળો કુલ એડવાન્સ બુકિંગમાં 95% છે.
નમિત મલ્હોત્રાના પ્રાઇમ ફોકસ સ્ટુડિયો, DNEG અને યશના મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સના સંયુક્ત ઉપક્રમે બનેલી આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. પ્રથમ ભાગ 5 નવેમ્બર 2026ની દિવાળીએ અને બીજો ભાગ 2027ની દિવાળીએ આવશે.









