હવે દારૂ થશે મોંઘો : હવે ટલ્લી થયેલા ઓછા મળશે કે પછી ? હપ્તા વધશે ?

ગુજરાત ડ્રાય સ્ટેટ હોવા છતા ચિંતા એટલે છે કેમ કે અહિયાં દારૂબંધીના ઘોડા માત્ર કાગળો પર દોડી રહ્યા છે

Maharashtra Liquor Price : દારૂના શોખીનો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે, મહારાષ્ટ્રમાં દારૂ ટૂંક સમયમાં મોંઘો થશે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં દારૂના વેચાણ અને ઉત્પાદનના નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. સરકારે દારૂમાંથી થતી આવક વધારવા માટે એક મોટો નિર્ણય લીધો છે. જેની મોટી અસર દારૂના ભાવ પર પડશે. આમ તો ગુજરાત ડ્રાય સ્ટેટ હોવા છતા ચિંતા એટલે છે કેમ કે અહિયાં દારૂબંધીના ઘોડા માત્ર કાગળો પર દોડી રહ્યા છે.

મહારાષ્ટ્ર સરકારે ભારતીય અને વિદેશી દારૂ પર એક્સાઇઝ ડ્યુટીમાં મોટો વધારો કર્યો છે. ભારતમાં બનેલા વિદેશી દારૂ પર એક્સાઇઝ ડ્યુટીમાં 50-60 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 2011 પછી એક્સાઇઝમાં આ સૌથી વધુ વધારો છે. ડ્યુટીમાં વધારાને કારણે દારૂના ભાવમાં 30-50 ટકાનો વધારો થયો છે.
એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, બીજી તરફ મહારાષ્ટ્રમાં બનેલા દારૂ પર ડ્યુટીમાં છૂટને કારણે GM BREWERIES માં જોરદાર વધારો જોવા મળ્યો છે. આજે આ સ્ટોક લગભગ 14 ટકા વધ્યો છે. હવે મહારાષ્ટ્રમાં દારૂ વધુ મોંઘો થશે. મહારાષ્ટ્રમાં દારૂના ભાવ 40 ટકા સુધી મોંઘા થશે. રાજ્ય સરકારે દારૂ પર એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે. આનાથી સરકારને 14 હજાર કરોડનો વધારાની રેવન્યૂ મળવાની અપેક્ષા છે.

દારૂ કંપનીઓના શેર 6 ટકા સુધી ઘટ્યા છે. બુધવારે શરૂઆતના કારોબારમાં દારૂ કંપનીઓ જીએમ બ્રુઅરીઝ લિમિટેડ (GM Breweries Ltd) અને સુલા વાઇનયાર્ડ્સ (Sula Vineyards) લિમિટેડના શેર 13 ટકા સુધી વધ્યા હતા. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઇન્ડિયન મેડ ફોરેન લિકર (IMFL) પર એક્સાઇઝ ડ્યુટી વધારવાના નિર્ણયને કારણે કંપનીના શેરમાં આ વધારો થયો છે. જો કે યુનાઇટેડ સ્પિરિટ્સ (United Spirits) અને એલાઇડ બ્લેન્ડર્સ (Allied Blenders) જેવી દારૂ કંપનીઓના શેર 6 ટકા સુધી ઘટ્યા છે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!